Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલના શ્રીનાથગઢ નજીક SOG એ ગેરકાયદેસર બાયોડિઝલ ઝડપી પાડ્યુ, બે શખ્સની કરી ધરપકડ

રાજકોટમાં ગેરકાયદે બાયો ડીઝલના રેકેટ સામે આવ્યું છે , બાયો ડીઝલના ગેરકાયદે વેચાણ ઉપર ગ્રામ્ય SOG એ દરોડો પાડીને ગેરકાયદેસર પંપ ઝડપી પાડ્યો છે ગ્રામ્ય SOGનો દરોડામાં 17.60 લાખનો જથ્થો ઝડપાયો આ દરોડામાં 17.60 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે....
11:35 AM Sep 14, 2023 IST | Hiren Dave

રાજકોટમાં ગેરકાયદે બાયો ડીઝલના રેકેટ સામે આવ્યું છે , બાયો ડીઝલના ગેરકાયદે વેચાણ ઉપર ગ્રામ્ય SOG એ દરોડો પાડીને ગેરકાયદેસર પંપ ઝડપી પાડ્યો છે ગ્રામ્ય SOGનો દરોડામાં 17.60 લાખનો જથ્થો ઝડપાયો આ દરોડામાં 17.60 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલનો ધંધો ધમધમી રહ્યો છે. ત્યારે શ્રીનાથગઢ નજીક ગેરકાયદે ફ્યૂલ પંપ ઉભો કરી બાયોડિઝલનું વેચાણ કરતા હતા. લોખંડના મોટા સ્ટોરેજ ટાંકાઓ બનાવી બાયોડિઝલ ભરતા હતા. બાયોડિઝલ મંગાવી વાહનોની ફ્યુલ ટેંકમાં ભરતા હતા. બેરલોમાં ભરીને વેચાણ પણ કરતા હતા.

એસઓજીએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ પણ કબ્જે કરી હતી.  છેલ્લા ચારેક માસથી આ સ્થળે બાયો ડીઝલ વેચાતું હોવાની માહિતી મળી છે. પોલીસથી બચવા માટે સવારે 4 થી 6 એમ માત્ર બે કલાક સુધી જ પંપ ચાલુ રખાતો હતો. જેમાં કાયમી ગ્રાહકોને બાયો ડીઝલ પૂરી દેવામાં આવતું હતું.

આ  પણ  વાંચો-ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલ દિકરીનો ભેદ ઉકેલ્યો

 

Tags :
Bio dieselIllegal Bio DieselRAJKOTRajkot News
Next Article