Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarmati Jail : મહિલા જેલમાંથી સીમકાર્ડ મળ્યું, આરોપી કોણ બનશે ?

અમદાવાદની (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સાબરમતી જૂની મહિલા જેલમાંથી સીમકાર્ડ ઝડપાયું છે. જેલના બેરેક 9-10 માં સીમકાર્ડને જમીનમાં છુપાવવામાં આવ્યું હતું. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં (Ranip Police Station) ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે...
sabarmati jail   મહિલા જેલમાંથી સીમકાર્ડ મળ્યું  આરોપી કોણ બનશે

અમદાવાદની (Ahmedabad) સાબરમતી જેલ (Sabarmati Jail) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સાબરમતી જૂની મહિલા જેલમાંથી સીમકાર્ડ ઝડપાયું છે. જેલના બેરેક 9-10 માં સીમકાર્ડને જમીનમાં છુપાવવામાં આવ્યું હતું. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં (Ranip Police Station) ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અમદાવાદની (Ahmedabad) સાબરમતી જેલમાંથી (Sabarmati Jail) પુરુષ કેદીઓ પાસેથી અવારનવાર મોબાઇલ ફોન મળી આવ્યા હોવાની ઘટનાઓ આપણી સમક્ષ આવતા હોય છે. પરંતુ, હવે તો મહિલા જેલમાંથી પણ સીમકાર્ડ (SIM card) મળી આવ્યું છે, જેને લઈને જેલ પ્રસાશન, પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. એક તરફ પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય કાયદા વ્યવસ્થા, ગુનાખોરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ, બીજી તરફ વાસ્તવિકતા કાંઈ જ જુદી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે, સાબરમતી જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અગાઉ પુરુષ જેલોમાંથી મોબાઇલ મળ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી. પરંતું, હવે તો મહિલા જેલમાંથી પણ સીમ કાર્ડ મળી આવ્યું છે.

Advertisement

જેલ પ્રસાશન અને પોલીસ કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલ

જણાવી દઈએ કે, સાબરમતી જેલ સ્ટાફ દ્વારા અવાર નવાર જેલમાં સર્ચ કરવામાં આવતું હોય છે.ત્યારે મહિલા જેલમાં (Women's Jail) સર્ચ કરવામાં આવતા મહિલા કાચા યાર્ડના બેરેક નંબર 9-10 ના ખુલ્લા ભાગે જમીનમાં છુપાવેલું સિમ કાર્ડ મળી આવ્યું હતું. મહિલા જેલના બેરેક 9-10 માં જમીનમાં છુપાવેલું સીમકાર્ડ મળી આવતા હવે જેલ પ્રસાશન અને પોલીસ કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જો કે, આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં (Ranip Police Station) પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ, જેલ તંત્ર દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરાઈ છે. જોકે, આ મામલે આરોપી કોણ બનશે અને કોણ કોણ આમાં સામેલ હશે તે અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : નવદંપતિ વચ્ચે જૂતા ચોરીની રસમ બાદથી શરૂ થયો ખટરાગ, પતિએ કેનેડા ગયા બાદ તરછોડી

આ પણ વાંચો - Gujarat Police : DGP Commendation Disc આ વખતે કેમ છે ચર્ચામાં ?

આ પણ વાંચો - VADODARA : SMC એ બુટલેગરનું ભોંયરૂ ખાલી કર્યું

Tags :
Advertisement

.