1 હજાર વિધા જમીનમાં સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું આયોજન,CM ભૂપેન્દ્રભાઈ પટેલને અપાયું આમંત્રણ
સાળંગપુરમાં ભવ્ય શતામૃત મહોત્સવનું આયોજન
16થી 22 નવેમ્બર દરમિયાન યોજાશે મહોત્સવ
1 હજાર વિધા જમીનમાં મહોત્સવનું આયોજન
108 યજ્ઞકુંડ તેમજ હરી કથાનું ભવ્ય આયોજન
1 લાખ લોકો જમી શકે તેવી ભોજનની વ્યવસ્થા
CM ભૂપેન્દ્રભાઈ પટેલને અપાયું આમંત્રણ
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આમંત્રણ
અયોધ્યા મંદિરના ખજાનચી રહેશે હાજર
બોટાદના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું આયોજન કરાયું છે મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતા 1 હજારથી વધુ વીઘા જમીનમાં શતામૃત મહોત્સવનું આયોજન કરાયુ.આ શતામૃત 16 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન યોજાશે.
આ અંગે શતામૃત સ્વામી સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું કે હનુમાન દાદાનો શતામૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. 108 યજ્ઞકુંડનું આયોજન તેમજ હરી કથાનું આયોજન કર્યું છે. આ સાથે 1 લાખ લોકો એક સાથે જમી શકે એવી ભોજનની વ્યવસ્થા કરાઈ છે મહોત્સવ પ્રસંગે 20 હજાર ભક્તો રહી શકે એ માટે 20 વીઘામાં 700 ટેન્ટોનું આયોજન કરાયું.. શતામૃત મહોત્સવ માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને આમંત્રણ અપાયુ છે. તેમજ અયોધ્યા મંદિરના ખજાનચી ગોવિંદગીરી મહારાજ હાજર રહેશે.
ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર હનુમાનજીનાં જીવન ચરિત્ર પર અલગ અલગ એનિમેસન સાથે લેસર શો દ્વારા ઈફેક્ટ આપી આખો એક શો તૈયાર કરાયો છે. હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાશે. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં દર્શાવાશે. 60 વીઘા જમીનમાં ઉતારા બનાવાયા છે. તેમજ કુલ 700 ટેન્ટ બનાવાયા છે. દરેક ટેન્ટમાં 12 બેડ છે. કુલ 8400 ભક્તો આરામથી રહી શકશે.
ત્રણ વિભાગ અને જનરલનાં 18 વિભાગ બનાવવામાં આવ્યા
લોકો માટે 250 વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા છે. 30 હજારથી વધુ ફોર વ્હીલ અને ટુ વ્હીલ પાર્કીંગની વ્યવસ્થા છે. લોકોની એન્ટ્રીની વ્યવસ્થા માટે બરવાળા, બોટાદ, લાઠીદળ, ગુંદા ગામ અને સાંચરિયા ગામ તરફથી આવતા લોકો માટે એન્ટ્રીની વ્યવસ્થા છે. તેમજ પાર્કિગમાં 9 ચેકપોસ્ટ છે. વીઆઈપી, વીવીઆઈપીનાં ત્રણ વિભાગ અને જનરલનાં 18 વિભાગ બનાવવામાં આવ્યા છે. જ્યારે પાર્કિગની વ્યવસ્થા મેનેજ કરવા માટે 1800 સ્વયંસેવકો ખડેપગે રહેશે. 1200 સ્વયંસેવકો ટ્રાફિક અને પાર્કિંગ ડિપાર્ટમેન્ટ સંભાળશે અને 600 સ્વયંસેવકો મંદિર, ભોજનશાળા, યજ્ઞશાળા અને પ્રદર્શનમાં સિક્યોરિટી તરીકે ખડેપગે રહેશે.
મેડિકલ કેમ્પમાં 200 થી વધુ ર્ડાક્ટર 24 કલાક ખડેપગે રહેશે
અહીં ભક્તો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 10 વીઘાથી વધુ જગ્યામાં ભક્તોને જમવા માટે ભોજનાલય બન્યું છે. દરરોજ સાગમટે 1 લાખથી વધુ ભક્તો જમી શકે તેવી વ્યવસ્થા છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક રસોડાની વ્યવસ્થા છે. રસોડા વિભાગમાં 10 હજારથી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેશે. મહોત્સવ દરમ્યાન અંદાજે કુલ 40 લાખ જેટલા ભક્તોનાં ભોજનનો અંદાજ છે. આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવનાર હોઈ મેડિકલ કેમ્પ પણ શરૂ કરવામાં આવશે. મેડિકલ માટે 10 હજાર સ્કવેર ફૂટમાં બે વિશાળ ડોમ બનાવવામાં આવશે. તેમજ 3 હાઈટેક આઈસીયુ બેડરૂમ, 10 બેડરૂમ કન્સલ્ટિંગ અને 15 બેડ બ્લડ ડોનેશન માટે તેમજ 10 દર્દીની ઓપીડી અને 30 દર્દીને એક સાથે સારવાર આપી શકાશે. મેડિકલ કેમ્પમાં 200 થી વધુ દરેક રોગનાં નિષ્ણાંત ર્ડાક્ટર 24 કલાક ખડેપગે રહેશે.
આ પણ વાંચો -સાવરકુંડલામા પાછલા 6 દાયકાથી દિવાળીની રાત્રીએ જામે છે ઇંગોરીયા યુદ્ધ, જાણો