Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Shaktisinh Gohil : રાજકોટ પોલીસ અને BJP પર આકરા પ્રહાર, કહ્યું- કોંગ્રેસનાં શાસનમાં..!

રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા (Brijesh Kumar Jha) દ્વારા પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ખળભળાટ મચ્યો છે. અગ્નિકાંડનું પાપ છુપાવવા અને અગ્નિકાંડના ગોડફાધરને બચાવવા માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હોવાના આરોપ થઈ રહ્યા છે....
03:17 PM Jul 04, 2024 IST | Vipul Sen

રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા (Brijesh Kumar Jha) દ્વારા પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ખળભળાટ મચ્યો છે. અગ્નિકાંડનું પાપ છુપાવવા અને અગ્નિકાંડના ગોડફાધરને બચાવવા માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હોવાના આરોપ થઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) પ્રતિક્રિયા સામે આવી છે.

ભાજપ અને પોલીસ પર ગંભીર આરોપ

રાજકોટમાં (Rajkot) પોલીસે મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલે પ્રદેશ કોંગ્રેસ (Congress) પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આકરા પ્રહાર કરી આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં મીડિયાને લેવા-મૂકવા બસ આવતી હતી. કોઈ પણ મિનિસ્ટર હોય તેઓ મીડિયાના સવાલોના જવાબ આપતા હતા. પરંતુ, ભાજપની (BJP) સરકારમાં આરોપી મનસુખ સાગઠિયાને (Mansukh Sagathia) બચાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યું કે, આ અંગે અમે પોલીસ કમિશનરને (Commissioner of Police) ફરિયાદ કરીશું. જો કાર્યવાહી નહીં થાય તો રસ્તા પર ઉતરીશું. 6 જુલાઈએ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી લડીશું. આ સાથે તેમણે આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે અમારી ફરિયાદ ન લીધી અને અમારી સામે જ ફરિયાદી બની છે.

રાહુલ ગાંધીના 'હિંદુ' નિવેદન પર આપી પ્રતિક્રિયા

શક્તિસિંહે (Shaktisinh Gohil) રાહુલ ગાંધીના 'હિંદુ' અંગેના નિવદેન પર કહ્યું કે, દેશના સંસદમાં રાહુલજીએ (Rahul Gandhi) 'હિંદુ' ધર્મ કેટલો ઉત્તમ છે તેની વાત કરી હતી. દેવોનાં દેવ મહાદેવનાં દર્શન કરાવી દેશની સાંસદમાં અભયમુદ્રા છે તે કહી 'ડરો નહીં ડરાવો નહીં' ની વાત રાહુજીએ કરી હતી. પરંતુ, ભાજપ (BJP) હિન્દુ ધર્મનાં ઠેકેદાર બની હિંસા ફેલાવી રહી છે. તેમણે કહ્યું કે, હિંદુ મહાસભાએ પણ કહ્યું કે રાહુલજીની વાત સાચી છે. હું આહ્વાન કરૂં છું કે મહાદેવના ભક્ત BJP ને માફ ન કરે. તેમણે કહ્યું કે, અગાઉ ક્યારેય રાજકીય કોઈપણ પાર્ટીએ આવું ક્યારેય કર્યું નથી. પરંતુ, ભાજપે અનેક વખત આવા પ્રયત્ન કરી ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડ્યુ છે.

પોલીસ ભાજપની સુરક્ષા કરી રહી છે : શક્તિસિંહ

શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે, રાત્રે અમારા ઓફિસમાં આવી તોડફોડ કરી. તેમ છતાં આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ માત્ર મુકપ્રેક્ષક બની. પોલીસ જનતાની સેવક છે, કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે, પણ પોલીસ ભાજપની સુરક્ષા કરી રહી છે.

આ પણ વાંચો - રાજકોટ CP ના તઘલખી ફરમાનથી ખળભળાટ…

આ પણ વાંચો - Rajkot Gamezone fire : લોકો પાસેથી રૂ. પડાવનાર ભ્રષ્ટ સાગઠિયા પાસેથી જેલમાં માથાભારે શખ્સે લાખો પડાવ્યાં!

આ પણ વાંચો - Gandhinagar : ભાટ ગામ નજીક એક ઘરમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી, એકનું મોત

Tags :
Commissioner of PoliceCongress Office GujaratGujarat FirstGujarati NewsRahul Gandhi's statement about 'Hindu'Rajkot Police Commissioner Brijesh Kumar JhaRajkot TRP Gamezone fireState Congress President Shaktisinh GohilTPO Mansukh Sagathia
Next Article