ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૂજરાતના આ યુવાનને સલામ, ઓછી ઉંચાઇના અવરોધને પાર કરી બન્યો ડોક્ટર

Bhavnagar : ભાવનગરના (Bhavnagar) આ 3 ફૂટ ઉંચાઇ ધરાવતા 23 વર્ષીય યુવકના જુસ્સાને સલામ છે. ઓછી ઉંચાઇના કારણે અનેક પડકારોનો સામનો કર્યા બાદ તેઓ ડોક્ટર બન્યા છે. થોડા વર્ષો પહેલા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ડો. ગણેશ બારૈયાને (Ganesh Baraiya) તેમની...
03:51 PM Mar 07, 2024 IST | Hiren Dave
Ganesh Baraiya

Bhavnagar : ભાવનગરના (Bhavnagar) આ 3 ફૂટ ઉંચાઇ ધરાવતા 23 વર્ષીય યુવકના જુસ્સાને સલામ છે. ઓછી ઉંચાઇના કારણે અનેક પડકારોનો સામનો કર્યા બાદ તેઓ ડોક્ટર બન્યા છે. થોડા વર્ષો પહેલા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ડો. ગણેશ બારૈયાને (Ganesh Baraiya) તેમની ઓછી ઉંચાઇના કારણે  એમબીબીએસ કરવા માટે ગેરલાયક ઠેરવ્યા હતા. જોકે તેમણે હાર માની ન હતી અને પોતાની શાળાના આચાર્યની મદદ લીધી. જિલ્લા કલેકટર અને રાજ્યના શિક્ષણમંત્રીનો સંપર્ક કર્યો હતો. હાઇકોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો.

 

 

 

મારા પ્રિન્સિપલ પાસેથી સલાહ લીધી
તેમણે વધુમાં જણાવ્યું છેકે, ઓછી ઉંચાઇ હોવાના કારણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. કાઉન્સિલે એમ કહ્યું હતું કે, ઓછી ઉંચાઇના કારણે તમે ઇમરજન્સી કેસ હેન્ડલ કરી શકશો નહીં. જેથી મે મારા નિલકંઠ વિદ્યાપીઠના પ્રિન્સિપાલ ડો. દલપથ કટારિયા અને રેવશિષ સેરવૈયા સાથે આ વિશે વાત કરી અને તેમને પૂછ્યું કે અમે આ વિશે શું કરી શકીએ?

હાઇકોર્ટમાં કેસ કર્યો પણ હારી ગયા
ગણેશે વધુમાં જણાવ્યું કે, તેમણે મને ભાવનગરના કલેક્ટર અને ગુજરાતના શિક્ષણ મંત્રીને મળવા કહ્યું હતું. ભાવનગરના કલેક્ટરના નિર્દેશને પગલે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવાનું નક્કી કર્યું હતું. અન્ય બે દિવ્યાંગ ઉમેદવારો પણ અમારી સાથે હતા. જોકે હાઇકોર્ટમા અમે કેસ હારી ગયા. ત્યારબાદ તેને પડકારવા માટે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 2018માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હું એમબીબીએસ કોર્સમાં એડમિશન મેળવી શકું છું.

 

આ પણ  - Ahmedabad, Crime Branch : ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોત

આ પણ - અમદાવાદ સોલા સિવિલમાં રક્તદાન થકી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

આ પણ - વલસાડમાં જમીન દફ્તર અધિક્ષની કચેરીમાં વલસાડ ડાંગ ACB એ સપાટો બોલાવ્યો

 

Tags :
3 ft tall ganesh baraiyaBhavnagarBhavnagar NewsdeterminationdoctorGujarat
Next Article