Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha News: સાબરકાંઠાના 10 લોકોની કુવૈતમાં અટકાયત કરાઈ, બિન અધિકૃત રીતે આવ્યા હોવાના અહેવાલ

Sabarkantha News: હાલમાં, ભારત દેશની અંદર રહેતા દરેક વ્યક્તિઓ વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે. તે ઉપરાંત ભારતની અંદર વિદેશી જવા માટે મદદ કરતી અનેક ખાનગી અને સરકારી સંસ્થાઓનું પણ નિર્માણ થવાનું ચલણ વધવા લાગ્યું છે. તો બીજી તરફ ભારતની દેશની...
04:36 PM Jun 21, 2024 IST | Aviraj Bagda
10 people from Sabarkantha were detained in Kuwait

Sabarkantha News: હાલમાં, ભારત દેશની અંદર રહેતા દરેક વ્યક્તિઓ વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે. તે ઉપરાંત ભારતની અંદર વિદેશી જવા માટે મદદ કરતી અનેક ખાનગી અને સરકારી સંસ્થાઓનું પણ નિર્માણ થવાનું ચલણ વધવા લાગ્યું છે. તો બીજી તરફ ભારતની દેશની અંદર દર વર્ષે અનેક લોકો કાયમી માટે વિદેશમાં સ્થાયી થતા હોય, તેવી પણ હજારો આંકડાઓ ભારતીય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે.

પરંતુ વિદેશ જવાની આ ઘેલચ્છામાં અનેકવાર લોકો મૂર્ખામી કરી બેસતા હોય છે. જોકે આવા અનેક સમાચાર આવતા હોય છે, કે વિદેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાને લઈને સુરક્ષા કર્મીઓએ ભારતીય વ્યક્તિઓની ધરપકડ કરી છે. ત્યારે Sabarkantha માં આવેલા વિજયનગરમાંથી 10 વ્યક્તિઓ ગેરરીતે Kuwait માં જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ લોકોની Kuwait માં કાનૂન ભંગ કરવાને લઈને ધરપકડ કરાઈ છે. જોકે કુવૈતમાં કુલ 523 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 10 લોકો ગુજરાતી છે.

Sabarkantha News

Sabarkantha ના બંને સાંસદોએ વિદેશ મંત્રાલયને કરી રજૂઆત

તો વિજયનગરમાં રહેતા દઢવાવનાં કલાક પરિવારના 10 લોકો બિન અધિકૃત રીતે Kuwait માં જઈ રહ્યા હતાં. આ તમામ લોકો Kuwait માં રહેતા તેમના સગા-સંબંધીઓને મળવા માટે Kuwait માં આવ્યા હતાં. તો આ 10 લોકો Kuwait માં રોજગારી માટે ગયા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું છે. તો Sabarkantha ના સાંસદ શોભાબેન બારૈયા અને સાંસદ સમીલાબેન બારાએ વિદેશ મંત્રાલયને આ અંગે રજૂઆત કરી છે. જોકે હાલમાં આ ઘટનાને લઈ 10 લોકોના પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.

આ પણ વાંચો: Valsad: યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી, નરાધમે આચર્યું દુષ્કર્મ

Tags :
GujaratGujarat FirstIndiaIndian embassyKuwaitKuwait embassySabarkanthaSabarkantha News
Next Article