Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SABARKANTHA : ભાજપમાં હવે પત્રિકા વિવાદ, વી.ડી. ઝાલા માફી માગે અને રાજીનામું આપે તેવી માગ કરી

 SABARKANTHA : સાબરકાંઠા ભાજપમાં વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચી ગયો છે. પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે. આવતીકાલે હિંમતનગર (Himmatnaga)ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત...
01:38 PM Apr 05, 2024 IST | Hiren Dave
MLA VD Jhala

 SABARKANTHA : સાબરકાંઠા ભાજપમાં વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચી ગયો છે. પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે. આવતીકાલે હિંમતનગર (Himmatnaga)ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છે.કાર્યકર્તાઓમાં ઉમેદવારને લઈને રોષ થમવાનું નામ લઇ રહ્યો નથી. 2 દિવસ પહેલા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ (V.D.ZALA)કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો.જો કે આ બબાલ બાદ હવે ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઇ છે.આ પત્રિકામાં ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માગે અને રાજીનામું આપે તેવી માગ કરાઇ છે.

 

પત્રિકામાં વિરોધનું આહવાહન

પત્રિકામાં તમામ કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે.પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.મહત્વનું છેકે આવતીકાલે એટલે કે શનિવારે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે.મહત્વનું છેકે ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ નવા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ યથાવત રહેતાં વિવાદ વકર્યો છે.સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થતાં પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઇરહ્યું છે.

 

શોભનાબેન બારૈયાને બદલવા માટેની માંગ ઉગ્ર બની

મહત્વપૂર્ણ છે કે ભાજપે ગુજરાતની 26 બેઠકો પૈકી 2 બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. ..અને શોભનાબેન બારૈયાને બદલવા માટેની માંગ ઉગ્ર બની છે.

આ  પણ  વાંચો  - CR Patil : ડીસામાં બુથ પ્રમુખોને CR પાટીલની ટકોર! કહ્યું- ફિલ્ડમાં જઈને…

આ  પણ  વાંચો  - Sabarkantha : લોકસભા ચૂંટણી પૂર્વે સૌથી મોટું ઘમાસાણ, સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત…

આ  પણ  વાંચો  - VADODARA : લોકસભાના ઉમેદવારનો વિરોધ ભાજપ પુરતો સીમિત નથી

Tags :
BJP officeGujarat FirstHimmatnaga LOKSABHA ELECTIONPAMPHLETSabarkantha seatSHOBHNABEN BARAIYATicketV.D.ZALA
Next Article