ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha : પોશીના-હડાદ રોડ પર ચાલકે ગફલતભરી રીતે જીપ હંકારી JCB સાથે અથડાવી, બેને ઈજા

Sabarkantha : સાબરકાંઠા જિલ્લામાં 7 દિવસ અગાઉ પોશીનાથી હડાદ જતાં રોડ પરથી પસાર થઈ રહેલા એક જીપચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરીને રોડની સાઈડમાં ઊભા JCB સાથે ધડાકાભેર જીપ ટકરાવી હતી. આ અકસ્માતમાં જીપમાં બેઠેલા મુસાફરો પૈકી બે જણાંને ગંભીર ઈજાઓ...
04:21 PM Jun 13, 2024 IST | Vipul Sen

Sabarkantha : સાબરકાંઠા જિલ્લામાં 7 દિવસ અગાઉ પોશીનાથી હડાદ જતાં રોડ પરથી પસાર થઈ રહેલા એક જીપચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરીને રોડની સાઈડમાં ઊભા JCB સાથે ધડાકાભેર જીપ ટકરાવી હતી. આ અકસ્માતમાં જીપમાં બેઠેલા મુસાફરો પૈકી બે જણાંને ગંભીર ઈજાઓ થઈ હતી. આ મામલે બુધવારે પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી (Poshina police station) હાથ ધરી છે.

ચાલકે જીપ રોડની સાઇડમાં ઉભેલા JCB સાથે અથડાવી

આ અંગે અજાવાસ ગામના સાયબાભાઈ કાનાભાઈ ગમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, 6 જૂનના રોજ સાંજના સુમારે પોશીનાથી હડાદ  (Poshina to Hadad)જતા રોડ પર પસાર થઈ રહેલી જીપના ચાલકે પોતાની જીપ બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી ઓવરટેક કરવા જતા રોડની સાઈડમાં ઊભા રહેલ JCB સાથે ધડાકાભેર અથડાવી હતી.

જીપચાલક સામે ફરિયાદ

આ અકસ્માતને લીધે અજાવાસ ગામમાં (Sabarkantha) રહેતા રસુદાબેન મહેશભાઈ ગમાર અને સતિષભાઈ મહેશભાઈ ગમારને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ જીપના માલિક અને JCBના માલિકે સારવારનો ખર્ચ આપવા હૈયાધારણ આપી હતી. તેમ છતાં બંને જણાએ સારવારનો ખર્ચ ન આપતાં સાયબાભાઈ ગમારે જીપચાલક વિરુદ્ધ બુધવારે પોશીના પોલીસ સ્ટેશનમાં (Poshina police station) ફરિયાદ નોંધાવી હતી.

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - ACB Gujarat : કેપ્ટન અજય ચૌહાણ એવિએશન કંપનીનો માલિક હોવાનો ઘટસ્ફોટ

આ પણ વાંચો - Sabarkantha : આખલાએ મહિલાને અડફેટે લીધા બાદ સ્થાનિકોની ઘાસચારો વેચનાર સામે લાલઆંખ

આ પણ વાંચો - Gujarat High Court : ગુનાઓમાં પોલીસની સંડોવણીથી HC લાલઘૂમ, કહ્યું – વર્દીનું સન્માન કરો..!

Tags :
Gujarat FirstGujarati NewsJCBJIPPoshina police stationPoshina to HadadRaod AccidentSabarkantha
Next Article