ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha Civil Hospital: તાલુકાની સિવિલ હોસ્પિટલની સોભાના ગાઠીયા સમાન આવી સામે

Sabarkantha Civil Hospital: રાજ્યમાં ફરી એકવાર સરકારી હોસ્પિટલની ઘોર બેદકારી આવી છે. સાબરકાંઠા અને ખેડબ્રહ્મામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવા માટે ગયા ત્યારે તેમને ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું. જોકે અનેક વાર ફરિયાદ કરવામાં આવી હોય, તેમ છતાં...
11:58 PM Apr 19, 2024 IST | Aviraj Bagda
Sabarkantha Civil Hospital

Sabarkantha Civil Hospital: રાજ્યમાં ફરી એકવાર સરકારી હોસ્પિટલની ઘોર બેદકારી આવી છે. સાબરકાંઠા અને ખેડબ્રહ્મામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવા માટે ગયા ત્યારે તેમને ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું. જોકે અનેક વાર ફરિયાદ કરવામાં આવી હોય, તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આજરોજ સાબરકાંઠાના વડાલી તાલુકાના નવાચામુ ગામે રહેતા એક ખેતમજૂર પરિવારના 7 વ્યક્તિ હડકાયા શ્વાને બચકા ભરી ઘાયલ કર્યા હતા. તમામ ખેતમજૂરોને હાથે-પગે શ્વાને બચકા ભરીને ગંભીરરીતે ઘાયલ કર્યા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે તમામ 7 ખેતમજૂરો વડાલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.

આ પણ વાંચો: Surat news મરાઠી ભાવ બની મહારાષ્ટ્રમાં માર્યો છાપો, સુરત પોલીસની કામગીરી

Sabarkantha Civil Hospital

હોસ્પિટલમાં સારવારના સાધનો અને 108 નહીં

પરંતુ જ્યારે ખેતમજૂરો સારવાર માટે વડાલીની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે ફરજ પર હાજર તબિબોએ જણાવ્યું કે હડકાયા શ્વાને ભરેલા બચકાની સારવાર શક્ય નથી. કારણ કે... હાલમાં સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન નથી. ત્યારે ખેતમજૂરોને ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધી જવા માટે 108 પણ ઉપલબ્ધ ન હતી.

આ પણ વાંચો: SK Langa : ગાંધીનગરના તત્કાલીન કલેક્ટરની મુશ્કેલીઓ વધી, નોંધાયો વધુ એક ગુનો! વાંચો અહેવાલ

ઘાયલોને હિંમતનગર દાખલ કરાયા

ત્યારે ખાનગી વાહનના માધ્યમથી ગંભીરરીતે ઘાયલ ખેતમજૂરોને સારવાર માટે તુરંત હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં વડાલીની સિવિલ હોસ્પિટલ સોભાના ગાઠીયા સમાન નજરે ચડી હતી. ત્યારે હવે, એ જોવાનું સાબરકાંઠા અને ગુજરાતનું આરોગ્ય વિભાગ આ પરિસ્થિતિનું કેવી રીતે નિરાકરણ કરશે.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 
 
આ પણ વાંચો: Sabarkantha Lok Sabha Candidate: જિલ્લામાં 29 ઉમેદવારી પત્રો ભરાયા હવે, ઉમેદવારી પત્રોની ચકાસણી થશે
Tags :
AmbulanceCivil HospitalFarmersfarmingGujaratGujaratFirstHimatnagarkhedbrahmaSabarkanthaSabarkantha Civil Hospital
Next Article