Sabarkantha : વિજયનગરના ચંદનના 5 ઝાડની ચોરી થતા નોંધાઈ ફરિયાદ
અહેવાલ - યશ ઉપાધ્યાય -સાબરકાંઠા
Sabarkantha : સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના વિજયનગર તાલુકાના મતાલી ગામની સીમમાંથી બે દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ આવીને અંદાજે રૂ.૧.રપ લાખની કિંમતના પાંચ ચંદનના ઝાડની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ રવિવારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
આ અંગે મતાલી ગામના પંકજભાઈ રૂપાભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.ર૪ ફેબ્રુઆરીની રાત્રે મતાલી ગામની સીમમાં આવેલ રૂપાભાઈ થાવરાજીની માલિકના સર્વે નં.32 ની જમીનમાં પ્રવેશ કરીને13 વર્ષ જુના વાવેતર કરેલ ચંદનના પાંચ ઝાડ કે જેની લંબાઈ અંદાજે પ ફુટની હતી તેનું લાકડુ સુગંધીદાર તરીકે ઓળખાતા એક ઝાડમાંથી અંદાજે રૂ.25 હજારનું સુખડનું લાકડુ કાપી લીધુ હતુ
તેજ પ્રમાણે અન્ય ચાર ચંદનના ઝાડ કાપીને અજાણ્યા શખ્સો અંદાજે રૂ.1.25 લાખની કિંમતના ચંદનના લાકડાની એકબીજાની મદદથી ચોરી કરીને લઈ ગયા હતા. ત્યારબાદ પંકજભાઈ પટેલે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ રવિવારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો - Himmatnagar : સિવિલ હોસ્પિટલમાંથી ચોર એમ્બ્યુલન્સ જ ઉઠાવી ગયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ