Sabarkantha : વીજ પોલ પર વાયર નાખવા મુદ્દે 3 લોકોએ શખ્સ પર કુહાડીથી હુમલો કર્યો, 3 સામે ફરિયાદ
સાબરકાંઠાના (Sabarkantha) વિજયનગર તાલુકાનાં (Vijayanagar) કેલાવા ગામે રહેતા એક મહિલાએ નવા ઘર માટે વીજ કંપનીમાં વીજ કનેક્શન માટે અરજી કરી હતી. જો કે, અરજી બાદ બુધવારે વીજ કંપનીનાં (power company) કાર્મચારીઓ વીજ પોલ ઊભો કરી વીજ વાયર નાખતા હતા ત્યારે ગામનાં જ 3 જણાંએ ખેતર પર થઈ વીજ વાયર લઈ જવા દેવાનો ઈન્કાર કરી હથિયારો લઈ આવી હુમલો કરી એક જણાને ઈજા પહોંચાડી હોવાનાં આક્ષેપ સાથેની ફરિયાદ વિજયનગર પોલીસ સ્ટેશનમાં (Vijayanagar police station) નોંધાઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠાના (Sabarkantha) કેલાવા ગામનાં સંગીતાબેન લીંબાત એ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, તેણીએ કેલાવા ગામે પોતાનું નવીન મકાન બનાવ્યું હતું, જેથી મકાનમાં વીજ જોડાણ લેવા માટે વીજ કંપનીમાં અરજી કરતાં બુધવારે વીજ કંપનીનાં કર્મચારીઓ આવ્યા હતા. ત્યારબાદ તેમણે વીજ પોલ (power poll) ઊભો કરી દીધો હતો. જો કે, વીજ વાયર નાખવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ગામનાં જ જીવાજી લીંબાત, ચંદ્રકાંત લીંબાત અને પંકજ લીંબાતે આવીને પોતાનાં ખેતર પર થઈને વીજ વાયર પસાર કરવા માટે વિરોધ કર્યો હતો.
વીજ કંપનીનાં કર્મચારીઓ જતાં રહ્યા બાદ સંગીતાબેનનાં પતિ તુલશીભાઈ લીંબાત બાઈક લઈને વિજયનગર (Vijayanagar) જતાં હતા ત્યારે રસ્તામાં પુલ નજીક ત્રણેય જણાંએ આવી પૂર્વ આયોજિત કાવતરૂં રચી તુલશીભાઈને અટકાવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કુહાડીથી તુલશીભાઈ પર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરોએ મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. આ મામલે સંગીતાબેને 3 લોકો વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં (Vijayanagar police station) ફરિયાદ નોંધાવી હતી.
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો - Idar : આબુરાજ પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતાં શ્રદ્ધાળુંઓને નડ્યો ગોઝારો અકસ્માત, એકનું મોત
આ પણ વાંચો - Botad : દુષ્કર્મ કેસમાં કોંગ્રેસના પીઢ નેતાની ધરપકડ, અન્ય આરોપીએ પોલીસ પકડથી બચવા ઝેરી દવા પીધી
આ પણ વાંચો - CID Crime : આંગડીયા પેઢીના દરોડામાં સોનાની લગડી કોણે ગુમ કરી ?