Rupala Controversy : પરશોત્તમ રૂપાલાનો વિવાદને લઈને CR Patil ના નિવાસસ્થાને મહત્વની બેઠક
Rupala Controversy : પરશોત્તમ રૂપાલાના વિવાદ (Rupala Controvers) વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે.સી.આર.પાટીલના (CR Patil )નિવાસસ્થાને CM ભૂપેન્દ્રભાઈ પટેલની (Bhupendra Patel) હાજરીમાં ક્ષત્રિય નેતાઓ બેઠક યોજાઇ રહી છે. બેઠકના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નર્મદાનો પ્રવાસ રદ કરાયો છે ક્ષત્રિયો સાથે ગૂંચ ઉકેલવાનો બેઠકમાં પ્રયાસ થશે.
.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી બેઠકમાં હાજર
બલવંતસિંહ રાજપૂત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા બેઠકમાં હાજર રહ્યાં છે. તેમજ જયરાજસિંહ, કિરીટસિંહ રાણા પણ બેઠકમાં ઉપસ્થિત છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી બેઠકમાં હાજર છે. સાથે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકમાં ઉપસ્થિત છે. તેમજ રૂપાલાની ( Rupala Controvers ) ટિકિટ રદ્દ કરવા ક્ષત્રિય સમાજની માંગ છે. જેમાં રાજકોટમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા પોસ્ટર લગાવામાં આવ્યા છે.
ભાજપના પ્રચારકોએ ગામમાં આવવું નહિ તેમ જણાવ્યું
વડાળી, ખાખડાબેલાના ગામોમાં પોસ્ટર લાગ્યા છે. તેમજ હડમતીયા જંક્શન સહિતના ગામોમાં પોસ્ટર લગાવી રૂપાલાની ટિકિટ રદ્દ કરવા ક્ષત્રિય સમાજની માંગ છે. તેમજ વડાળી, ખાખડાબેલા, હડમતીયા જંક્શન સહિતના ગામોમાં જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની (Rupala Controvers ) ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં આવવું નહિ તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો - BAPU : આખરે શંકરસિંહની એન્ટ્રી, જાણો મામલો..
આ પણ વાંચો - રૂપાલાનો વિરોધ વંટોળ યથાવત, હવે ગામમાં પ્રવેશબંધીનો લેવાયો નિર્ણય
આ પણ વાંચો - સૌરાષ્ટ્રમાં Parshottam Rupala બાદ જયરાજસિંહ જાડેજાનો વિરોધ શરૂ