Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમુદ્રમાં સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનને લઇ પ્રાદેશિક સ્તરના સેમિનારનું આયોજન કરાયું

AHMEDABAD : હેડક્વાર્ટર, નંબર 1 તટરક્ષક દળ ડિસ્ટ્રિક્ટ (દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ) દ્વારા 19 માર્ચ 2024ના રોજ પ્રાદેશિક સ્તરની સમુદ્રી શોધ અને બચાવ સેમિનાર/વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મેરીટાઇમ હિતધારકો દ્વારા મેરીટાઇમ SAR ને પ્રતિભાવ આપવા માટે સ્થાપિત...
સમુદ્રમાં સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનને લઇ પ્રાદેશિક સ્તરના સેમિનારનું આયોજન કરાયું

AHMEDABAD : હેડક્વાર્ટર, નંબર 1 તટરક્ષક દળ ડિસ્ટ્રિક્ટ (દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ) દ્વારા 19 માર્ચ 2024ના રોજ પ્રાદેશિક સ્તરની સમુદ્રી શોધ અને બચાવ સેમિનાર/વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મેરીટાઇમ હિતધારકો દ્વારા મેરીટાઇમ SAR ને પ્રતિભાવ આપવા માટે સ્થાપિત કરવામાં આવેલી પ્રક્રિયાઓ અને નીતિઓ ફરી માન્યતા આપવા અને મેરીટાઇમ SAR ની તાલીમ પર સંસાધન એજન્સીઓ, સાધનો, સંચાર પ્રક્રિયાઓ અને અસરકારકતાની તૈયારી અને એકસુત્રતા ચકાસવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

જિલ્લા વહીવટી તંત્ર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (ઇસરો), GMB, ખાનગી બંદરો, VTS કચ્છ અને મત્સ્યોદ્યોગના અધિકારીઓના સહિત વિવિધ હિતધારકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ડેમોમાં હાઇ સ્પીડ ડેમો, SAR કામગીરીઓ નિહાળી

આ કાર્યક્રમ દરમિયાન, મજબૂત વ્યવસ્થાતંત્રને ધ્યાનમાં રાખીને સમુદ્રી શોધ અને બચાવને લગતી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ સમુદ્રી શોધ અને બચાવના બહુ-પરિમાણીય મુદ્દાની ચર્ચાને આગળ ધપાવવામાં આવી હતી જેમાં સમુદ્રમાં લોકોના જીવનની સલામતી સુનિશ્ચિત કરવા માટે દરિયા કિનારાઓમાં સમન્વયિત પ્રયત્નો અને વિશ્વાસ મેળવવા માટે હિતધારકો વચ્ચે નિયમિત ક્રિયાપ્રતિક્રિયા અને સંકલનનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. સમુદ્ર/બંદર અંગે આપવામાં આવેલા ઓપરેશન ડેમો દરમિયાન, હાઇ સ્પીડ ડેમો, SAR કામગીરીઓ વગેરે જેવી વિવિધ શ્રેણીઓ તમામ હિતધારકો દ્વારા જોવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો --VADODARA : ચૂંટણી ટાણે જ જિલ્લા ભાજપનું ફેસબુક પેજ હેક, અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયા

Advertisement
Tags :
Advertisement

.