Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ram Navami : આ મુસ્લિમ યુવકની રામભક્તિ બની ચર્ચાનું કેન્દ્ર, છેલ્લા 20 વર્ષથી અવિરત

આજે દેશભરમાં રામનવમીની (Ram Navami) ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષો સુધી રાહ જોયા બાદ અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આ પહેલી રામનવમીની છે. ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં શોભાયાત્રા, રેલી...
ram navami   આ મુસ્લિમ યુવકની રામભક્તિ બની ચર્ચાનું કેન્દ્ર  છેલ્લા 20 વર્ષથી અવિરત

આજે દેશભરમાં રામનવમીની (Ram Navami) ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષો સુધી રાહ જોયા બાદ અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આ પહેલી રામનવમીની છે. ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં શોભાયાત્રા, રેલી અને વિશેષ પૂજાનું આયોજન કરાયું છે. ત્યારે સંઘ પ્રદેશ દમણમાંથી (Daman) એક અલગ દ્રશ્યો સામે આવ્યા છે. અહીં, એક મુસ્લિમ યુવકની રામ ભક્તિ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મુસ્લિમ યુવક છેલ્લા 20 વર્ષથી રામનવમીના દિવસે ભગવાન રામની (Lord Rama) પૂજા અને આરતી કરીને ઉજવણી કરે છે.

Advertisement

મુસ્લિમ યુવક છેલ્લાં 20 વર્ષથી રામનવમીના દિવસે પૂજા અને આરતી કરે છે.

મુસ્લિમ યુવકની રામભક્તિ ચર્ચાનું કેન્દ્ર બની

રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં (Daman) પણ આજે રામનવમીની (Ram Navami) ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દમણમાં રામનવમી નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, રામનવમીના દિવસે દમણના એક મુસ્લિમ યુવકની (Muslim boy) રામભક્તિ ચર્ચાનું કેન્દ્ર બની છે. દમણના સૌકત મીઠાની (Saukat Mithani) નામના મુસ્લિમ યુવક છેલ્લાં 20 વર્ષથી રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા અને આરતી કરે છે. મંદિરમાં પૂજા કરી મંદિરની ધજા પણ તે જ ચડાવે છે. દિવસભર ધાર્મિક કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપે છે અને સેવાકીય કાર્ય પણ કરે છે.

Advertisement

મંદિરમાં પૂજા કરી મંદિરની ધજા પણ તે જ ચડાવે છે.

લાલુભાઇ પટેલે ધાર્મિક ભાવનાની કરી સરાહના

આજે પણ આ રામભક્ત સૌકત મીઠાનીએ (Saukat Mithani) પોતાનાં ગામ મીટનાવાડમાં (Mitnawad) પોતે બનાવેલા રામ મંદિરની નવી ધજા ચડાવી હતી. સાથે જ રામલલ્લાની પાલખી લઈ શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યાર બાદ તેમણે ગામના રામ મંદિરમાં પૂજા અને આરતી પણ કરી હતી. આજે મીટનાવાડના રામ મંદિરમાં દમણ-દીવ લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલ પણ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે આ મુસ્લિમ રામભક્ત યુવક સૌકત મીઠાનીની ધાર્મિક ભાવનાની સરાહના કરી હતી અને અન્ય લોકોને પણ તેમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - RamNavami : જગન્નાથ મંદિરે પહોંચ્યા પૂર્વ Dy.CM નીતિન પટેલ, જાણો ક્ષત્રિય સમાજનાં આંદોલનને લઈ શું કહ્યું ?

આ પણ વાંચો - Golden Ramayan: 5 કરોડ વાર શ્રી રામ લખવામાં આવ્યુ, દુર્લભ સોનાની રામાયણ

આ પણ વાંચો - CHAITRA NAVRATRI : ચૈત્ર નવરાત્રીનો આજે અંતિમ દિવસ, માં નો આશીર્વાદ લેવા ઉમટ્યા માઈભક્તો

Tags :
Advertisement

.