Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BAPS સંસ્થાના તમામ મંદિરોમાં ઉજવાયો રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ

BAPS : આજના પવિત્ર દિવસે અયોધ્યામાં થયેલ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવની (Ram Mandir Pratistha Mohotsav ) ઉજવણી BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના 1550 થી વધુ મંદિરોમાં કરવામાં આવી હતી. જેમાં તમામ મંદિર પરિસરને દિવાળીના તહેવારની જેમ જ દીવા તથા લાઇટની...
07:13 PM Jan 22, 2024 IST | Hiren Dave
BAPS organisation

BAPS : આજના પવિત્ર દિવસે અયોધ્યામાં થયેલ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવની (Ram Mandir Pratistha Mohotsav ) ઉજવણી BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના 1550 થી વધુ મંદિરોમાં કરવામાં આવી હતી. જેમાં તમામ મંદિર પરિસરને દિવાળીના તહેવારની જેમ જ દીવા તથા લાઇટની રંગીન  રોશની તથા રંગોળીના રંગોથી શણગારવામાં આવ્યા હતા.

આ સાથે તમામ હરિભક્તોએ પણ પોતાના ઘરના પ્રવેશદ્વારને આસોપાલવના તોરણો અને પુષ્પોના તોરણોથી શણગાર્યા હતા. તથા ભગવાન શ્રી રામચંદ્રની મૂર્તિ પધરાવી આરતી, થાળ તથા પૂજન કરવામાં આવ્યું હતું.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સુરતમાં પણ રામ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pratistha Mohotsav) ખૂબ જ ધામધુમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ પ્રતિષ્ઠા અંગે આનંદ વ્યક્ત કરતા પત્ર પણ લખ્યો હતો તથા આ ભગીરથ કાર્યમાં યોગદાન આપનાર સૌને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાની ભાવના વ્યક્ત કરી, શુભકામના પાઠવી હતી તથા સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે તે માટે પ્રાર્થના પણ કરી હતી.

આ સાથે BAPS સંસ્થાના તમામ મંદિરોમાં રામ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ લાઇવ દર્શાવવામાં આવ્યો હતો, જેનો સંસ્થાના હજારો સંતો તથા હરિભક્તોએ લાભ પ્રાપ્ત કર્યો હતો. આમ બી.એ.પી.એસ. સંસ્થાના તમામ મંદિરોમાં આ મહોત્સવ ખુબ જ ભવ્યતા તથા આનંદ સાથે ઉજવી ભગવાન શ્રીરામ પ્રત્યે આદર તથા ભક્તિ અર્પણ કરવામાં આવી  હતી.

આ  પણ  વાંચો  - Ram Temple Inauguration: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોની પ્રતિક્રિયા

 

Tags :
All templBAPScelebró en todosorganizaciónPratistha Mohotsavram mandir
Next Article