Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajya Sabha Elections: ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં કોણે પાછી ખેંચી ઉમેદવારી?

Rajya Sabha Elections:  ગુજરાતમાં રાજ્યસભા(Rajya Sabha Elections)ની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અપક્ષ ઉમેદવારી કરનાર પરેશ મુલાણીનું ફોર્મ ધારાસભ્યોના સમર્થનના અભાવે રદ્દ કરાયું છે. ભાજપના ચારેય ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જ્યારે...
rajya sabha elections  ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં કોણે પાછી ખેંચી ઉમેદવારી

Rajya Sabha Elections:  ગુજરાતમાં રાજ્યસભા(Rajya Sabha Elections)ની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે. અપક્ષ ઉમેદવારી કરનાર પરેશ મુલાણીનું ફોર્મ ધારાસભ્યોના સમર્થનના અભાવે રદ્દ કરાયું છે. ભાજપના ચારેય ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જ્યારે રજની પટેલ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામાં આવી છે. રજની પટેલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના (J P Nadda) ડમી તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જે પી નડ્ડા સાથે ચારેય ઉમેદવાર બિનહરીફ રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં જશે. આવતીકાલે રાજ્યસભાના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Advertisement

Advertisement

27 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી

થોડા દિવસ પહેલા ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે, જેના પર 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.

Advertisement

ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે કયા 4 નામ  જાહેર

ગુજરાતમાંથી ભાજપે યાદીમાં ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં  આવ્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આ વખતે ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સાલમસિંહ પરમારને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. જ્યારે રજની પટેલ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામાં આવી છે. રજની પટેલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના (J P Nadda) ડમી તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જે પી નડ્ડા સાથે ચારેય ઉમેદવાર બિનહરીફ રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં જશે. આવતીકાલે રાજ્યસભાના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. એમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે.

આ  પણ  વાંચો  - Gondal News : તસ્કરોએ જેટકોના સ્ટોર યાર્ડમાંથી 790 કિલો વાયરની ચોરી કરી ફરાર

Tags :
Advertisement

.