Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RAJKOT : કરોડોના ઓનલાઇન ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ બે મુખ્ય આરોપી ઝડપાયા, ગોવાના શખ્સનું નામ ખુલ્યું

રાજકોટમાં (RAJKOT) કરોડો રૂપિયાના ઓનલાઇન ક્રિકેટ સટ્ટાકાંડમાં (Online Cricket Betting) મોટી અપડેટ સામે આવી છે. માહિતી મુજબ, સટ્ટાકાંડમાં પોલીસે વધુ બે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી નિરવ પોપટ અને મોન્ટુ ખમણની ધરપકડ કરી છે. જો કે, અન્ય મુખ્ય...
09:04 AM Feb 08, 2024 IST | Vipul Sen

રાજકોટમાં (RAJKOT) કરોડો રૂપિયાના ઓનલાઇન ક્રિકેટ સટ્ટાકાંડમાં (Online Cricket Betting) મોટી અપડેટ સામે આવી છે. માહિતી મુજબ, સટ્ટાકાંડમાં પોલીસે વધુ બે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી નિરવ પોપટ અને મોન્ટુ ખમણની ધરપકડ કરી છે. જો કે, અન્ય મુખ્ય આરોપી તેજસ રાજદેવ હજુ પણ ફરાર છે. તેની પોલીસ શોધખોળ કરી રહી છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે 3 બુકીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો હતો.

રાજકોટમાં (RAJKOT) ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) અંદાજે રૂ. 24 કરોડના ઓનલાઇન ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં આ સટ્ટાકાંડના છેડા છેક અમેરિકા (America) સુધી હોવાનું સામે આવ્યું હતું. જો કે, મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર હતા. પરંતુ, હવે પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી નિરવ પોપટ (Nirav Popat) અને મોન્ટુ ખમણની (Montu Khaman) ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીની પૂછપરછમાં પણ મોટા ખુલાસા થયા છે. તપાસમાં વધુ એક આરોપી અને ગોવાના ચંદ્રેશનું નામ ખૂલ્યું છે. ત્યારે પોલીસે અન્ય મુખ્ય આરોપી તેજસ રાજદેવ (Tejas Rajdev) અને ચંદ્રેશની શોધખોળ હાથ ધરી છે.

ક્રિકેટ એપની આઇડીના સર્વર અમેરિકામાંથી મળ્યા

અગાઉ તપાસમાં સામે આવ્યું હતું કે, ઓનલાઇન ક્રિકેટ સટ્ટાકાંડમાં વપરાતા ક્રિકેટ એપની આઇડીમાં ઉપયોગમાં લેવાતા સર્વર અમેરિકા (US) થી મળી આવ્યા છે. તપાસ મુજબ, એપ્લિકેશન ચેરિટી બેટ (Charity Bet) અને મેજિક એક્સચેન્જના (Magic Exchange) સર્વર યુએસમાંથી મળી આવ્યા છે અને બંનેના હોસ્ટ યુએસમાં હોવાનું પણ ખુલ્યું હતું. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - ‘Aastha’ Train : રામભક્તો આનંદો… CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી અયોધ્યા સુધીની ‘આસ્થા’ ટ્રેનને આપી લીલીઝંડી

Tags :
AmericaChandreshCharity BetCricket Betting ScandalCrime BranchGoaGujarat FirstGujarati NewsMagic ExchangeMontu KhamanNirav PopatOnline Betting ApplicationOnline Cricket BettingRAJKOTRajkot Crime Branchrajkot policeTejas RajdevUS
Next Article