Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT : રાજકોટ-જામનગર હાઇવે પર 60 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ તૈયાર

રાજ્યમાં વધુ એક વિકાસના કામને આગામી દિવસોમાં ખુલ્લુ મુકવામાં આવશે, ત્યારે રાજકોટ-જામનગર હાઇવેને જોડતો એક ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. રાજકોટ-જામનગર હાઇવેને જોડતા માધાપર ચોક ખાતે આ ઓવરબ્રિજને 60 કરોડોથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી સપ્ટેમ્બરમાં...
rajkot   રાજકોટ જામનગર હાઇવે પર 60 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ તૈયાર

રાજ્યમાં વધુ એક વિકાસના કામને આગામી દિવસોમાં ખુલ્લુ મુકવામાં આવશે, ત્યારે રાજકોટ-જામનગર હાઇવેને જોડતો એક ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. રાજકોટ-જામનગર હાઇવેને જોડતા માધાપર ચોક ખાતે આ ઓવરબ્રિજને 60 કરોડોથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી સપ્ટેમ્બરમાં આ ઓવરબ્રિજના લોકાર્પણની શક્યતાઓ છે.

Advertisement

ઓવરબ્રિજ લગભગ 60 કરોડથી વધુના ખર્ચે તૈયાર

Advertisement

રાજકોટ-જામનગર હાઇવેને જોડાતો આ ઓવરબ્રિજ લગભગ 60 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો છે, અને આ રાજકોટના માધાપર ચોકમાં બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજને ખુલ્લો મુક્યા બાદ 50,000થી વધુ વાહનચાલકોને ફાયદો થશે. ઓવરબ્રિજના લોકાર્પણ બાદ માધાપર ચોક ખાતે મોરબી હાઇવે જોડતા રિંગરોડ પર પણ બીજો એક મોટો બ્રિજ બનશે.

Advertisement

ત્યારે તાજેતરમાં 129 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ ડબલ ડેકર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં વધુ એક નવો ઓવરબ્રિજ લોકાર્પણ થવાની શક્યતા છે.

રાજકોટ-જામનગર હાઇવે પરરના ઓવરબ્રિજની ખાસિયતો

  • 1124.70 મીટર લાંબો છે
  • 23.82 મીટર પહોળો છે
  • 5.50 મીટર ક્લિયર હાઇટ છે
  • 9.10 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ છે

ત્યારે બીજી તરફ  રાજકોટ-જામનગર હાઇવેને જોડતો આ ઓવરબ્રિજ બનાવવાથી જામનગર રૉડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

આ આપણ  વાંચો -વિશ્વ આદિવાસી દિવસની તાપી જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં શાનદાર ઉજવણી

Tags :
Advertisement

.