Rajkot Kshatriya Community: ટિકિટ રદને લઈ 19 માર્ચ સુધીનું અલ્ટીમેટમ, નહીંતર ક્ષત્રિયો મહાસંગ્રામ માટે સજ્જ
Rajkot Kshatriya Community: કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ કરેલા વિવિદાસ્પદ નિવેદન બાદ કારણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકારો વિરોધ કરી રહ્યા છે. જોકે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ દ્વારા જાહેર મંચ પરથી અને મીડિયાના માધ્યમથી માફી માગવામાં આવી હતી. તેમ છતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએની લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવાની માગને લઈને અડગ પર્વતની જેમ ભાજપ સરકાર સામે ઉભા છે.
- રાજકોટમાં મળેલ ક્ષત્રિય મહાસંમેલનમાં નિર્ણય
- પરશોત્તમ રૂપાલાને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ
- રૂપાલા ફોર્મ નહીં ખેંચે તો અમદાવાદ ખાતે કરાશે આંદોલન
- અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે કરાશે આંદોલન
- સમગ્ર દેશભરમાંથી ક્ષત્રિય થશે એકત્રિત
Kshatriya Community
એક સપ્તાહ અગાઉ ક્ષત્રિય સમાજના મુખ્ય અગ્રણીઓએ ધંધૂકામાં મહાસંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં કરણસિંહ ચાવડા, પદ્મિની બા, તૃપ્તિ બા, શેરસિંહ રાણા, મહિપાલ સિંહ મકરાણ, રાજ શેખાવત, હરપાલસિંહ ચુડાસમા અને વાસુદેવજી ગોહિલ જેવા અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત માલધારી સમાજ અને રાજપૂત સમાજના મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા.
ત્યારે આજરોજ રાજકોટમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજના જિલ્લા સ્તરે કાર્યકર્તા અગ્રણીઓએ મહાસંમેલનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, રાજપૂત સમાજ સંકલન સમિતિના ચેરમેન ગોવુભા ડાડા, કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ તૃપ્તીબા રાઉલ, કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, વિરભદ્રસિંહ સંમેલનમાં હાજર રહ્યાં હતા.
Kshatriya Community
આ સંમેલનમાં રાજપૂત સમાજની કોર કમિટીના પ્રવક્ત કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, સમાજથી ઉપર કોઈ વ્યક્તિને માનવામાં નહીં આવે. કારણ કે.... યુદ્ધની તૈયારીઓ શાંતિના સમયે થાય છે. આજે વિરોધનો પાર્ટ-1 પૂરો થયો છે. આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિતિ ક્ષત્રિયોની હાજરીમાં જાહેર કરું છું કે, તમારા ખોળામાં દંડો ફેંકું છું, અને 19 એપ્રિલ સુધી અલ્ટીમેટલમ આપુ છું કે, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએએ જો ફોર્મ ફર્યું હોય તો... ફોર્મ 19 એપ્રિલ સુધીમાં પાછું ખેંચી લેવું. આના પછી વિરોધનો પાર્ટ-2 શરૂ થશે.
તો જ્યારે મહિપાલ સિંહ મકરાણાના જનસભાને સંબોધીત કરવા આવ્યા ત્યારે, તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. લોકોએ મોબાઈલ ફ્લેશ લાઈટ ચાલુ કરાવી જ્ય રાજપૂત અને જય ભવાનીના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ વિરુદ્ધ હાય હાય અને બાય-બાયના નારા લગાવ્યા હતા. તો રાજકોટમાં કાઠી સમાજના પ્રતાપભાઈએ કહ્યું હતું કે, હું જોગીદાસ ખુમાણ નામથી ઓળખાઈ એ કુંડલાથી આવું છું. આ મહાસાગર જ્યારે ઊમટ્યો છે, ત્યારે હું જોગીદાસ ખુમાણની નાવલીનું પાણી ઉમેરવા આવ્યો છું.
તો પદ્મિનિ બા એ સંમેલનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ વિચારતા હશે કે આ કોના હાથે આવી ગયો હું. હવે થાય શું... તો હું કહીશ કે વિનાશ કાલે વિપરિત બુદ્ધિ. મને હંમેશા કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજની દીકરીઓ પર કોઈ આંખ કરે તો તેની આંખ કાઢી લેવી જોઈએ. ત્યારે આ મામલે મરેંગે યા તો મારેંગે...
Kshatriya Community
તો ક્ષત્રિય સમાજના રાજ્ય પ્રમુખ રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે,23 તારીખે જે કંઈ બનાવ બન્યો અને બનાવ બન્યા પછી જે કંઈ માફીના નાટકો થયા એ હજુ ચાલુ છે.અત્યાર સુધી મોટા ભાગના લોકો એવું સમજે છે કે, આ એક સંસદસભ્યની ટિકિટ રદ કરાવવા પૂરતો મામલો છે. પણ એ તો ફરજિયાત પ્રશ્ન છે. આ એક સામાજિક લડત છે અને અન્ય કોઈ દોરીસંચાર કે રાજકારણ નથી. આ બધા કાર્યક્રમો સ્વયંભૂ ચાલે છે. એક એક ક્ષત્રિય આ લડત લડી રહ્યા છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને ત્રણ-ચાર વાત આપની સમક્ષ મૂકું છું. સૌથી પહેલી વાત ટિકિટ રદ એટલે રદ, એમા બીજી વાતચીતની જરૂર નથી લાગતી.
તો તૃપ્તિબા રાઉલે જ્ય ભવાની સાદ સાથે જનસભાને સંબોધી હતી. તેમણે વધુમાં કહ્યું, આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણે આપણો ગૌરવવંતો ઈતિહાસ પણ આપ્યો હતો અને આજે લોકશાહીમાં સતાની લાલસામાં 70 વર્ષના વયોવૃદ્ધ. આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધાના ન્યાય માટે લડતા. આજે ભલે રાજ નથી પણ ન્યાય માટે લડવાનો આપણો અધિકાર છે.અત્યારે ગામેગામે ‘મેં ભી મોદી કા પરિવાર’ એક મુહિમ ચાલે છે. તો હું અહિયાથી આ માધ્યમથી કહેવા માગું છું કે, મેં ભી મોદી કા પરિવાર, હવે મોદી સાહેબની બહેનો-દીકરીઓ પર ટિપ્પણી થઈ છે, તો મોદી સાહેબ શું જવાબ આપશે?
કોને કોને બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા?
અમદાવાદમાં ફરજ બજાવતા ACP પ્રદીપસિંહ જાડેજા, સુરત શહેર ACP વી.એમ.જાડેજા, સુરેન્દ્રનગર DYSP વી.બી.જાડેજા, ઇન્ટેલિજન્સ બ્યુરોના PI એસ.પી.જાડેજા, દેવભૂમિ દ્વારકા LCB PI કે.કે. ગોહિલ, CID ક્રાઈમ રાજકોટ PI કે.કે. જાડેજા તેમજ સિવિલ ડિફેન્સ પીઆઈ વાય.બી. જાડેજાને બંદોબસ્ત અર્થે મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Rajkot Kshatriya Community: ધંધુકા બાદ ફરી એકવાર હજારોની તાદાતમાં ક્ષત્રિય સંમેલનમાં લોકો જોડાયા