Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : ક્રિકેટ સટ્ટાકાંડમાં તપાસ કાચબાની ગતિએ! મુખ્ય આરોપીઓનું લોકેશન શોધવા પોલીસ નાકામ

રાજકોટમાં (Rajkot) કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાકાંડમાં તપાસ ધીમી ગતિએ ચાલી રહી હોવાના આરોપ લાગી રહ્યા છે. માહિતી છે કે, અંદાજે રૂ. 24 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં જે એપ્લિકેશનનો ઉપયોગ કરાતો હતો તેના આઈડીમાં ઉપયોગમાં લેવાતા સર્વર યુએસમાંથી મળી આવ્યા છે. આ...
rajkot   ક્રિકેટ સટ્ટાકાંડમાં તપાસ કાચબાની ગતિએ  મુખ્ય આરોપીઓનું લોકેશન શોધવા પોલીસ નાકામ

રાજકોટમાં (Rajkot) કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાકાંડમાં તપાસ ધીમી ગતિએ ચાલી રહી હોવાના આરોપ લાગી રહ્યા છે. માહિતી છે કે, અંદાજે રૂ. 24 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં જે એપ્લિકેશનનો ઉપયોગ કરાતો હતો તેના આઈડીમાં ઉપયોગમાં લેવાતા સર્વર યુએસમાંથી મળી આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપીઓ હાલ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સવાલ થયા છે કે આરોપીઓ વિદેશ ભાગી ગયા હશે તો પછી તેમની ધરપકડ ક્યારે અને કેવી રીતે કરાશે?

Advertisement

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટમાં (Rajkot) કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાકાંડમાં ખુલાસો થયો છે કે ક્રિકેટ આઇડીમાં ઉપયોગમાં લેવાતા સર્વર અમેરિકા (US) થી મળી આવ્યા છે. માહિતી મુજબ, એપ્લિકેશન ચેરિટી બેટ (Charity Bet) અને મેજિક એક્સચેન્જના (Magic Exchange) સર્વર યુએસમાંથી મળી આવ્યા છે અને બંનેના હોસ્ટ યુએસમાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે મુખ્ય આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપીઓનું લોકેશન શોધવામાં પણ પોલીસ અત્યાર સુધી નાકામ રહી છે. આ કેસમાં મુખ્ય ત્રણેય આરોપી તેજસ રાજદેવ, નીરવ પોપટ અને અમિતના લોકેશન મેળવવામાં પોલીસને અત્યાર સુધી સફળતા મળી નથી.

Advertisement

ત્રણેય આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ ઇસ્યૂ કરવા તજવીજ

માહિતી અનુસાર, આ ત્રણેય આરોપીઓ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા માટે અમેરિકાના (US) સિમકાર્ડનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ ઇસ્યૂ કરવા તજવીજ હાથ ધરી છે. પરંતુ, પોલીસની ધીમી તપાસના કારણે આરોપી અત્યાર સુધીમાં વિદેશ ભાગી ગયા હશે તો તેમની ધરપકડ કેવી રીતે અને ક્યારે કરાશે તેવા સવાલ ઊઠી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Harani Lake : ‘હરણી લેક’ દુર્ઘટનામાં આરોપી નિલેશ જૈન, અલ્પેશ ભટ્ટના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.