Rajkot : તરલ ભટ્ટ બાદ વધુ એક PI વિવાદમાં, રૂ. 40 લાખના તોડમાં રાતોરાત કરાઈ બદલી
રાજકોટમાંથી (Rajkot) મોટા સમાચાર આવ્યા છે. રાજકોટમાં ક્રાઇમ બ્રાંચના (Rajkot Crime Branch) બેડામાં ભારે હલચલ જોવા મળી છે. માહિતી મુજબ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI વાય. બી. જાડેજાની (PI Y.B. Jadeja) રાતોરાત બદલી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, PI વાય. બી. જાડેજાને અગાઉ 65 લાખના તોડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુર ખાતેના એક કોલ સેન્ટરના માલિક પાસેથી તેમણે આ તોડ કર્યો હતો.
તરલ ભટ્ટની (PI Taral Bhatt) જેમ વધુ એક પીઆઈ વિવાદમાં સપડાયા છે. હવે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. વાય.બી. જાડેજાની (PI Y.B. Jadeja) બદલીના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, વાય.બી. જાડેજાની રાતારોત બદલી કરવામાં આવી છે. અગાઉ અમદાવાદના વસ્ત્રાપુર ખાતેના એક કોલ સેન્ટરના માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કરવા મામલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હતી. જો કે, હવે PI વાય.બી. જાડેજાની રાજકોટમાંથી પણ રાતોરાત બદલી કરવામાં આવી છે. તેમની આ અચાનક બદલીથી સૌરાષ્ટ્ર પોલીસ બેડામાં ભારે હલચલ જોવા મળી રહી છે.
વ્યાજખોરોને માર મારી રૂ.40 લાખની ઉઘરાણીનો આરોપ
માહિતી મુજબ, PI વાય.બી. જાડેજા પર રાજકોટમાં (Rajkot) રૂ. 40 લાખ ઉઘરાવવાનો પણ આરોપ લાગ્યો હતો. વ્યાજખોરોને માર મારી રૂ. 40 લાખની ઉઘરાણી કરી હોવાનો તેમના પર આરોપ છે. સાથે જ કેટલાક વ્યાજખોરો સાથે મિલીભગતમાં રૂ. 96 લાખ પડાવ્યાં હોવાનો પણ તેમના પર આરોપ છે. ત્યાર હવે તેમની રાતોરાત રાજકોટથી અમદાવાદ (Ahmedabad) ખાતે બદલી કરવામાં આવી છે. કોર્ટ ઇન્કવારી વચ્ચે PI વાય.બી. જાડેજાને અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે.
ભ્રષ્ટ અધિકારીઓને છાવરવામાં આવે છે : ઇન્દ્રનીલ રાજગુરૂ
આ મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ (Indranil Rajguru) ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ને પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. કોંગ્રેસ (Congress) નેતાએ કહ્યું હતું કે, સંપૂર્ણ ભ્રષ્ટાચારમાં પોલીસ ગળાડૂબ છે. સામાન્ય લોકોની ફરિયાદ પોલીસ લેતી નથી. તેમણે કહ્યું કે માત્ર પોલીસ વિભાગમાં જ નહીં પરંતુ તમામ સરકારી વિભાગોમાં મોટાપાયે ઉઘરાણા થઈ રહ્યા છે. તેમણે રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આ સરકારની સ્ટાઇલ એવી છે કોઈ પણ કિસ્સો બને એટલે નાના-મોટા પગલાં લઈને લોકોનું ધ્યાન બીજી તરફ દોરી દેવું. પછી એ લોકોને છાવરી પાછા અન્ય પોસ્ટિંગ આપી દેવી. આવા ઘણા અધિકારીઓ છે જેમને આમ દંડાત્મક રીતે બદલી કરીને ફરી પાછા એ જ સ્થળે લઈ આવે. આ સાથે તેમણે રાજ્યની બીજેપી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, ભ્રષ્ટ અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં મોટા ઉઘરાણા થઈ રહ્યા છે છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી.
આ પણ વાંચો - Rajkot : કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ એક ઝડપાયો, મોટા માથાઓની સંડોવણી! તપાસ ધીમી હોવાનો આરોપ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ