Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : રાજકોટવાસીઓ માટે ખુશખબર! આ મહિનાથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ

રાજકોટ (Rajkot) હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને લઈ વિવાદનો હવે અંત આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airport Authority of India) દ્વારા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આથી, હવે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું (International...
03:41 PM Jul 13, 2024 IST | Vipul Sen

રાજકોટ (Rajkot) હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને લઈ વિવાદનો હવે અંત આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airport Authority of India) દ્વારા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આથી, હવે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું (International Flights) સંચાલન થશે. અગાઉ એવી માહિતી સામે આવી હતી કે, હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે રજિસ્ટ્રેશન હોવા છતાં માત્ર ડોમેસ્ટિક ફલાઇટ માટે જ એરપોર્ટ તૈયાર કરાયું છે, જેના પછી વિવાદ વકર્યો હતો.

ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ

રાજકોટ હીરાસર એરપોર્ટ (Rajkot Hirasar International Airport) પર હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું પણ સંચાલન કરવામાં આવશે. આ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું (Integrated Terminal Building) નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ, ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ જેમ કે, કસ્ટમસ, ઈમિગ્રેશન સહિતની સુવિધા હશે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ આગામી શિયાળાથી શરૂ કરવામાં આવી શકે છે. રાજકોટ હીરાસર એરપોર્ટનાં ડિરેક્ટર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જો કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે હજુ અઢી મહિના સુધી મુસાફરોને રાહ જોવી પડશે. આ જાહેરાત બાદ કોંગ્રેસનાં (Congress) કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી કરી ઉજવણી કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ

જૂનું એરપોર્ટ ચાલુ રાખવા માગ

અગાઉ એવી માહિતી સામે આવી હતી કે, રાજકોટ (Rajkot) હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે રજિસ્ટ્રેશન હોવા છતાં માત્ર ડોમેસ્ટિક ફલાઇટ (Domestic Flights) માટે જ એરપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. એવો પણ આરોપ કરાયો હતો કે, જૂનાં એરપોર્ટની જમીન પર બિલ્ડરની નજર હોવાથી એરપોર્ટને રાજકોટથી દૂર ખસેડવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (Gujarat Traders Federation) દ્વારા જૂનું એરપોર્ટ ચાલું રાખવા માગ પણ ઊઠી છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને આ મામલે રજૂઆત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટવાસીઓને ડોમેસ્ટિક ફ્લાઈટ માટે શહેરથી 35 કિમી દૂર આવેલા એરપોર્ટ પર જવું પડે છે, જેનાં કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

 

આ પણ વાંચો - Gir Somnath : શ્રાવણમાં ઘરે બેઠાં આ રીતે માત્ર આટલા રૂ. માં કરો સોમનાથજીની બિલ્વપૂજાનું રજિસ્ટ્રેશન

આ પણ વાંચો - Surat : ગૃહ રાજ્યમંત્રીએ લાજપોર જેલમાં રૂ.18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : અગ્નિકાંડને લઈ કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’, ACB ની તપાસથી બિલ્ડર લોબીમાં ફફડાટ!

Tags :
Airport Authority of IndiaDomestic FlightsGujarat FirstGujarat Traders FederationGujarati NewsHerasar International AirportIntegrated Terminal BuildingInternational FlightsRajkot hirasar international AirportUnion Aviation Minister
Next Article