Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Gamezone fire : TPO સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટ્સની થશે તપાસ, બિલ્ડર લોબીમાં ફફડાટ!

Rajkot Gamezone fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર આવ્યા છે. અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO officer Mansukh Sagathia) તપાસનો રેલો હવે બિલ્ડર લોબી સુધી પહોંચી શકે છે, જેના કારણે બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ...
rajkot gamezone fire   tpo સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટ્સની થશે તપાસ  બિલ્ડર લોબીમાં ફફડાટ
Advertisement

Rajkot Gamezone fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર આવ્યા છે. અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO officer Mansukh Sagathia) તપાસનો રેલો હવે બિલ્ડર લોબી સુધી પહોંચી શકે છે, જેના કારણે બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ છે. ACB એ આરોપી મનસુખ સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટ અને છેલ્લા 12 વર્ષના હિસાબની વિગતો માગી હોવાથી કેટલાક બિલ્ડર્સની ચિંતા વધી છે.

ACB નો ગળિયો હવે બિલ્ડર લોબી સુધી પહોંચ્યો!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની (TPO Mansukh Sagathia) તપાસમાં સતત મસમોટા ખુલાસા થયા છે. થોડા દિવસ પહેલા મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયાની રોકડ અને દાગીના મળી આવ્યા હતા, જેને લઈને તપાસ ચાલી રહી છે. દરમિયાન, મનસુખ સાગઠિયાની તપાસમાં ACB નો ગળિયો હવે બિલ્ડર લોબી સુધી પહોંચ્યો હોવાની માહિતી છે. અહેવાલ મુજબ, ACB એ છેલ્લા 12 વર્ષ દરમિયાન મનસુખ સાગઠિયા દ્વારા મંજૂર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સની વિગતો મગાવી છે. અનેક પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરી મંજૂરી આપી હોવાની આશંકાએ ACB એ છેલ્લા 12 વર્ષનો હિસાબ માગતા બિલ્ડર્સ લોબીમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

મર્જિંગ, જગ્યા અને નિયમમાં ગોલમાલ કરી હોવાની આશંકા

માહિતી મુજબ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone fire) આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠિયા દ્વારા મંજૂર કરેલ પ્લાનની હવે સઘન તપાસ કરવામાં આવશે. આશંકા છે કે કેટલાક મોટા પ્રોજેક્ટ્સમાં મર્જિંગ, જગ્યા અને નિયમમાં ગોલમાલ કરી મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે TP સ્કીમમાં પણ બિલ્ડર લોબીને લાભ આપવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. જો કે, આ મામલે ખરા અર્થમાં તપાસ થશે તો અનેક મોટા ગજાનાં બિલ્ડરના નામ સામે આવી શકે છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Mehsana : ‘નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા…’ : નીતિન પટેલ

આ પણ વાંચો - Anand : મુસાફરોથી ભરેલી ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત

આ પણ વાંચો - CM Bhupendra Patel નો આજે 63મો જન્મદિવસ

Tags :
Advertisement

Trending News

.

×