Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રાજકોટ અગ્નિકાંડથી શહેરની દિકરી વ્યથિત, પુછ્યા અણિયારા સવાલો

VADODARA : રાજકોટના અગ્નિકાંડ (Rajkot Fire tragedy) ની ઘટના બાદ વડોદરા શહેરની દિકરી વ્યથિત થઇ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પુછી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. દિકરી પુછે છે કે, નરેન્દ્ર મોદીજી આપને ક્યા કીયા...
vadodara   રાજકોટ અગ્નિકાંડથી શહેરની દિકરી વ્યથિત  પુછ્યા અણિયારા સવાલો

VADODARA : રાજકોટના અગ્નિકાંડ (Rajkot Fire tragedy) ની ઘટના બાદ વડોદરા શહેરની દિકરી વ્યથિત થઇ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલો પુછી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. દિકરી પુછે છે કે, નરેન્દ્ર મોદીજી આપને ક્યા કીયા ? આપને ચાર જગહ પર ડિસઅપોઇન્ટ કિયા, સુરત, મોરબી, વડોદરા ઔર અબ લાસ્ટ મેં રાજકોટ. રાજકોટના અગ્નિકાંડમાં જેમ સામાન્ય લોકોના મનમાં સેંકડો સવાલો ઉભા કર્યા છે, તેમ માસુમ બાળકો પણ હવે તેમના મનના સવાલો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પોતાની વ્યથા વ્યક્ત કરી

રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 32 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે. હજી આ આંક વધી શકે તેમ છે. રાજકોટની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યું છે. ત્યારે વડોદરાની દિકરી અનન્યાસિંગ રાજપુતનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ 43 સેકંડના વિડીયોમાં અનન્યાસિંગ રાજકોટની ઘટનાને લઇને પોતાની વ્યથા વ્યક્ત કરી રહી છે.

મેં બહોત સુનતી થી

આંખોમાં આંસુ સાથે અનન્યાસિંગ જણાવે છે કે, નરેન્દ્ર મોદીજી આપને ક્યાં કીયા ! આપને ચાર જગહ પર ડિસઅપોઇન્ટ કિયા હૈ, બોલુ કહાં, સુરત, મોરબી, વડોદરા ઔર અબ લાસ્ટ મેં રાજકોટ. મેં બહોત સુનતી થી નરેન્દ્ર મોદી બહોત અચ્છે. સ્કુલમેં ભી શીખાયા જાતાથા કી નરેન્દ્ર મોદી બહોત અચ્છે હૈ. પર આપને યે ક્યા કીયા, હમારા ફ્યુચર......આપ ક્યું કરતે હૌ.

Advertisement

ટીવી ચાલુ કર્યું

વિડીયોના અંતમાં અનન્યાસિંગ ડુસકા ભરતી જોવા મળી રહી છે. તેના પિતા જણાવે છે કે, રાત્રીના સમયે દિવસભરની ગતિવીધીઓ સમાચારના માધ્યમથી જાણવા માટે તેમણે ટીવી ચાલુ કર્યું હતું. ત્યારે તેમની દિકરી અનન્યા તેમની સાથે હતી. તેવામાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ વિશે જાણતા જ તે વ્યથિત થઇ ગઇ હતી.

આ પણ વાંચો -- VADODARA : ગેમઝોન પર જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ

Advertisement

Tags :
Advertisement

.