RAJKOT: જાણીતી હોસ્પિટલે સરકારને લગાવ્યો કરોડો રૂપિયાનો મસમોટો ચૂનો!
RAJKOT: રાજકોટમાં (RAJKOT)આયુષ્યમાન કાર્ડ યોજનાનો ગેરલાભ ઉઠાવવાના ષડયંત્રનો પર્દાફાશ (Exposed)થયો હતો. તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવી ડોકટરે આઠ મહિનામાં આયુષ્યમાન યોજના હેઠળ કરોડ રૂપિયા પડાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ડોક્ટર પર આરોપ છે કે લક્ષ્મી નગર મેઈન રોડ પર નિહિત બેબીકેર હોસ્પિટલમાં બાળકો સ્વસ્થ હોવા છતા ખોટી રીતે દાખલ કરવામાં આવતા હતા અને આ માટે ખોટા રિપોર્ટ બનાવ્યા હતા. હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટર રવિભાઈ સોલંકી દ્વારા ચિંતા કર્યા વગર આ હોસ્પિટલ નો પડદા ફાસ્ટ કરી અને માસુમ બાળકોને ખોટી રીતના દાખલ ન કરે તેના માટે પર્દાફાશ કર્યો.
હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટર કર્યો મોટો ખુલાસો
જોકે એક કથિત ઓડિયો વાઇરલ થયા બાદ ડોકટર હિરેન મશરૂના કાળા કરતૂતો બહાર આવ્યા હતા. રાજકોટ(RAJKOT)ના તબીબ હિરેન મશરૂએ આયુષ્માન કાર્ડ યોજનાનો ગેરલાભ ઉઠાવી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો ખુલાસો થયો હતો. તંદુરસ્ત નવજાતને ગંભીર બિમારી બતાવી અઢી કરોડ પડાવ્યા હતા.નિહિત બેબીકેર હોસ્પિટલમાં ખોટી રીતે બાળકોને દાખલ કરવામાં આવતા હતા. ડોક્ટર હિરેન ખોટા રિપોર્ટ બનાવી કરોડોની કમાણી કરતો હતો. ડોક્ટર મશરૂનો આયુષ્માન યોજનામાંથી પરવાનો રદ કરાયો હતો હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટર રવિભાઈ સોલંકી દ્વારા ચિંતા કર્યા વગર આ હોસ્પિટલનો પર્દાફાશ કર્યો
આરોગ્ય વિભાગે અનેક રિપોર્ટ જપ્ત કર્યા હતા
આરોગ્ય વિભાગે અનેક રિપોર્ટ જપ્ત કર્યા હતા. નિહિત બેબીકેર હોસ્પિટલના ડો.મશરૂનો આયુષ્યમાન યોજનામાંથી પરવાનો પણ રદ કરવામાં આવ્યો હતો. ડો.હિરેન મશરૂએ કાળા કરતૂતો કબૂલ્યા હોવાની પણ માહિતી છે. તો લેબોરેટરીના સંચાલકોએ કહ્યું કે જે સેમ્પલ આવ્યા તેના બધા રિપોર્ટ ડોક્ટરને ઈમેલ કરી દેતા હતા. રિપોર્ટમાં ડોક્ટર જ ચેડા કરી અને બાળકોના માતા-પિતાને કહેતો બાળકોને દાખલ કરવા પડશે. ગાંધીનગર ટીમ પણ ડો.મશરૂના કારસ્તાનથી ચોકી ઉઠી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ અને ગાંધીનગર આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી. હાલ હોસ્પિટલમાં ત્રણ બાળકો દાખલ છે.
આ પણ વાંચો - Chaitar Vasava : નર્મદા બેઠક પર ફરી ઘમાસાણ! AAP નેતાએ લગાવ્યા આ ગંભીર આરોપ
આ પણ વાંચો - Gujarat ATS : સુસાઇડ બોમ્બર બની ખતરનાક ષડયંત્ર રચનારા 4 આંતકીઓને લઈ આવ્યા મોટા સમાચાર
આ પણ વાંચો - Gujarat Heatwave : ગુજરાતમાં ગરમીનો પારો જશે આસમાને,બે જિલ્લામાં યલો એલર્ટ