Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ, મુસ્લિમ બિરાદરોએ 'આસ્થા' સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું

રાજકોટ (Rajkot) રેલવે સ્ટેશન પર કોમી એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. 'આસ્થા' સ્પેશિયલ ટ્રેનને ('Aastha' Special Train) મુસ્લિમ બિરાદરોએ પ્રસ્થાન કરાવીને કોમી એકતા દાખવી હતી. રાજકોટના રેલવે સ્ટેશન પર 'જય શ્રી રામ' કહીને મુસ્લિમ બિરાદરોએ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું...
rajkot   કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ  મુસ્લિમ બિરાદરોએ  આસ્થા  સ્પેશિયલ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું

રાજકોટ (Rajkot) રેલવે સ્ટેશન પર કોમી એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. 'આસ્થા' સ્પેશિયલ ટ્રેનને ('Aastha' Special Train) મુસ્લિમ બિરાદરોએ પ્રસ્થાન કરાવીને કોમી એકતા દાખવી હતી. રાજકોટના રેલવે સ્ટેશન પર 'જય શ્રી રામ' કહીને મુસ્લિમ બિરાદરોએ આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. દરમિયાન, હિન્દુ-મુસ્લિમ (Hindus and Muslims) વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

Advertisement

અયોધ્યામાં (Ayodhya) ભવ્ય અને ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ દૈનિક ધોરણે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી પણ હજારો રામભક્તો શ્રી રામલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. ત્યારે રાજકોટવાસીઓ પણ અયોધ્યા જઈને રામ મંદિરમાં શ્રી રામલ્લાના દર્શન કરી શકે તે માટે 'આસ્થા' ટ્રેન શરૂ કરવામાં આવી છે. જો કે, ખાસ વાત એ છે કે રાજકોટ રેલવે સ્ટેશન પર આ 'આસ્થા' ટ્રેનને ('Aastha' Special Train) 40 જેટલા મુસ્લિમ બિરાદરોએ પ્રસ્થાન કરાવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મુસ્લિમ બિરાદરોએ 'જય શ્રી રામ' કહીને ટ્રેનનું પ્રસ્થાન કરાયું હતું.

Advertisement

1376 મુસાફરોએ આસ્થા ટ્રેનમાં મુસાફરી કરી

જણાવી દઈએ કે, રાજકોટ (Rajkot) રેલવે જંકશનથી (Rajkot Railway Junction) આસ્થા ટ્રેન 1376 મુસાફરોને લઈ અયોધ્યા જવા માટે રવાના થઈ હતી. આ ટ્રેનમાં યુવાનો, સિનિયર સિટિઝન સહિત તમામ લોકો અયોધ્યા જવા રવાના થયા હતા. દરમયિાન, રામભક્તોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રેનના પ્રસ્થાન સમયે રામભક્તોએ 'જય શ્રી રામ' નો (Jai Shri Ram) જયઘોષ કરી મુસાફરીની શરૂઆત કરી હતી. માહિતી મુજબ, રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ ના મુખ્ય આરોપી પરેશ શાહના પરિવારના સભ્યોને કોર્ટમાં રજૂ કરાયાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.