Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajiv Modi Case : બલ્ગેરિયન યુવતીએ કરી CBI તપાસની માગ, પોલીસ પર લગાવ્યા આ ગંભીર આરોપ!

કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસ (Rajiv Modi Case) મામલે મોટા અપડેટ આવ્યા છે. દુષ્કર્મનો આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) આ કેસમાં CBI તપાસની માગ કરતી અરજી કરી હતી. પીડિત બલ્ગેરિયન યુવતીએ તેની અરજીમાં પોલીસની...
09:42 PM Apr 26, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસ (Rajiv Modi Case) મામલે મોટા અપડેટ આવ્યા છે. દુષ્કર્મનો આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) આ કેસમાં CBI તપાસની માગ કરતી અરજી કરી હતી. પીડિત બલ્ગેરિયન યુવતીએ તેની અરજીમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કરી પોલીસ પર ભરોસો ન હોવાની વાત કહી હતી. આ અરજી અંગે કોર્ટે કહ્યું કે, નીચલી કોર્ટમાં કેસ પડતર હોવાથી અરજી સ્વીકારી શકાય નહીં. નીચલી અદાલતમાં ચુકાદો આવ્યા બાદ HC માં અરજી કરી શકાશે.

અમદાવાદ કેડિલા ફાર્માના (Cadila Pharma) CMD ડો. રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયાની 27 વર્ષીય એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પીડિત યુવતીએ પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કર્યા હતા. ભોગ બનનાર બલ્ગેરિયન યુવતીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને આ કેસમાં (Rajiv Modi Case) CBI તપાસની દાદ માગતી અરજી કરી હતી. આ અરજીમાં યુવતીએ પોલીસની તપાસ પર અમને ભરોસો નથી તેમ ઉલ્લેખી રાજીવ મોદી સામે CBI તપાસ થાય તેવી માગ કરી હતી. યુવતીએ આરોપ લગાવતા જણાવ્યું કે, પોલીસ દ્વારા જાણી જોઈને રાજીવ મોદી સામેનાં પુરાવા એકત્ર નથી કરાતા.

પોલીસની કામગીરી સામે ઊઠાવ્યા સવાલ

અરજીમાં બલ્ગેરિયન યુવતીએ આરોપ લગાવ્યો કે, પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જે આરોપીના નામ આપ્યા છે તેમના નિવેદનો પણ પોલીસ નોંધતી નથી. બલ્ગેરિયન યુવતીની (Bulgarian girl) અરજી પર હાઈકોર્ટે (Gujarat High Court) કહ્યું કે, નીચલી કોર્ટમાં કેસ પડતર હોવાથી અરજી સ્વીકારી શકાય નહીં. નીચલી અદાલતમાં ચુકાદો આવ્યા બાદ જ હાઇકોર્ટમાં અરજી કરી શકાશે.

આ પણ વાંચો -Rajiv Modi Case : પોલિસ અધિકારીઓ સામે પીડિતાના આક્ષેપો મામલે સેક્ટર 1 JCP ની સઘન તપાસ

આ પણ વાંચો - Rajiv Modi Case : અમદાવાદ પોલીસ પર ગંભીર આરોપ! બલ્ગેરિયન યુવતીએ Video બનાવી કહ્યું- પોલીસે મારી સાથે વિશ્વાસઘાત કર્યો…

આ પણ વાંચો - RAJIV MODI CASE : દુષ્કર્મ મામલે પોલીસની ઝીણવટભરી તપાસ, 17 સાક્ષીઓના લેવાયા નિવેદન, વાંચો અહેવાલ

Tags :
Ahmedabad Cadila PharmaAhmedad policeBulgarian girlCadila CMD Rajiv ModiCBI probeGujarat FirstGujarat High CourtGujarati NewsHigh Court
Next Article