RAJIV MODI CASE : દુષ્કર્મ મામલે પોલીસની ઝીણવટભરી તપાસ, 17 સાક્ષીઓના લેવાયા નિવેદન, વાંચો અહેવાલ
કેડીલા ફાર્માના (CADILA PHARMA) માલિક સામે લાગેલા દુષ્કર્મના આરોપ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. હાઈકોર્ટના (GUJARAT HIGH COURT) નિર્ણય બાદ સોલા પોલીસે આ મામલે પીડિત બલ્ગેરિયન યુવતીની દુષ્કર્મની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, પોલીસ તપાસમાં અત્યાર સુધી 17 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં કેડીલા ફાર્માના માલિક રાજીવ મોદીની ઓફિસ અને ઘરમાં કામ કરતા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે.
કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) રાજીવ મોદી (RAJIV MODI) વિરુદ્ધ બલ્ગેરિયન યુવતીએ જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ મામલે યુવતીએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં (SOLA POLICE STATION) રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. સોલા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. માહિતી મુજબ, પોલીસે અત્યાર સુધીમાં કુલ 17 સાક્ષીના નિવેદન લીધા છે, જેમાં રાજીવ મોદીની ઓફિસ અને ઘરમાં કામ કરતા કર્મચારીઓ પણ સામેલ છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
CCTV કેમેરામાંથી કોઈ પુરાવા મળ્યા નથી
જણાવી દઈએ કે, આ પહેલા પોલીસે રાજીવ મોદીના (RAJIV MODI) બંગ્લોઝ અને ઓફિસના CCTV કેમેરા ચેક કર્યા હતા. પરંતુ, તેમાં કોઈ પુરાવા મળ્યા નહોતા. ઉપરાંત, પોલીસે CDR પર ચેક કર્યું હતું. જો કે, તેમાં પણ કોઈ મહત્ત્વના પુરાવા મળ્યા નહોતા. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ મામલે પોલીસ દ્વારા હાઇકોર્ટમાં આપવામાં આવેલા એફિડેવિટના આધારે પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે. સાથે જ મહિલા ACP સામે લાગેલા આક્ષેપો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, જરુર જણાશે તો હજુ પણ વધુ સાક્ષીઓના નિવેદનો લેવાશે. જો કે, અત્યાર સુધીની તપાસમાં એકપણ ટેકનિકલ પુરાવો પોલીસના હાથ લાગ્યા નથી.
હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં બેલ્ગેરિયન યુવતીનું વાર્ષિક પેકેજ 30 લાખની આસપાસ હોવાનું સામે આવ્યું છે. જ્યારે બલ્ગેરિયન યુવતીનું મેડિકલ રિપોર્ટ FSL દ્વારા આપવામાં આવશે. આરોપ મુજબ, 27 વર્ષીય બલ્ગેરિયન યુવતી કેડીલા ફાર્મામાં ફ્લાઈટ એટેન્ડન્ટ અને પછી બટલર પર્સનલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. યુવતીએ કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) રાજીવ મોદી (RAJIV MODI) અને અન્ય એક વ્યક્તિ જોહન્સન મેથ્યૂ વિરુદ્ધ 22 ફેબ્રુઆરી, 2023થી લઈ અને 26 માર્ચ, 2023 દરમિયાન દુષ્કર્મ કર્યાના આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, આ મામલે પોતાની રજૂઆત કરવા માટે અમદાવાદના અલગ અલગ પોલીસ મથક જેમ કે બોડકદેવ, વસ્ત્રાપુર ખાતે પણ ગઈ હતી. ત્યાર બાદ યુવતી ન્યાયની માગ સાથે કમિશનર કચેરી ખાતે પણ રજૂઆત કરવા પહોંચી હતી. પરંતુ, કોઈ પણ જગ્યા પરથી યુવતીને યોગ્ય જવાબ મળ્યો નહોતો. આથી યુવતીએ ન્યાય માટે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી.
આ પણ વાંચો - Ahmedabad to Ayodhya Flight : અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ, વાંચો વિગત