Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vaibhav Gehlot Statement: ભાજપના રાજમાં ગુજરાત કરતા રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચા

Rajasthan BJP: વર્ષ 2023માં યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં BJP સરકારે રાજસ્થાન (Rajasthan)માં જીત હાંસલ કરી હતી. ત્યારે વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન BJP દ્વારા મસમોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા. જોકે BJP સરકાર જ્યારે વિધાનસભા ચૂંટણી જીતીને સત્તામાં આવી ત્યાર આ...
vaibhav gehlot statement  ભાજપના રાજમાં ગુજરાત કરતા રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચા

Rajasthan BJP: વર્ષ 2023માં યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં BJP સરકારે રાજસ્થાન (Rajasthan)માં જીત હાંસલ કરી હતી. ત્યારે વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન BJP દ્વારા મસમોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા. જોકે BJP સરકાર જ્યારે વિધાનસભા ચૂંટણી જીતીને સત્તામાં આવી ત્યાર આ તમામ વાયદા માત્ર જીત હાંસલ કરવા માટે કહ્યા હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.

Advertisement

  • રાજસ્થાનમાં BJP સરકારના માત્ર બોલવાના વચનો
  • રાજસ્થાનમાં ગુજરાત કરતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચા
  • લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ જીતી શકે છે

તાજેતરમાં અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અંબાજી મંદિર (Ambaji Temple)ના દર્શને આવ્યા હતા. ત્યારે વૈભવ ગેહલોતે જણાવ્યું હતું કે, અવારનવાર અંબાજીના દર્શન કરવા માટે આવું છું. જોકે આ વખતે કોંગ્રેસે વૈભવ ગેહલોતને સિરોહી લોકસભા બેઠક (Lok Sabha Seat) ના ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે તે પ્રચાર કરવ માટે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં BJP સરકાર દ્વારા રાજસ્થાન (Rajasthan) માં કોંગ્રેસ (Congress) ની કાર્યરત યોજનાઓમાં નાણાં અટકાવવામાં આવ્યા છે. જેથી રાજસ્થાન (Rajasthan) ની સરકાર BJP સરકારથી નાખુશ છે.

Rajasthan BJP

Rajasthan BJP

Advertisement

રાજસ્થાનમાં ગુજરાત કરતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચા

તે ઉપરાંત BJP દ્વારા વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજસ્થાન (Rajasthan) ની જનતાને મસમોટા વચનો આપ્યા હતા. પરંતુ તેમાંથી એક પણ વચનો પૂરા કર્યા નથી. જૈ પૈકી BJP વિધાનસભાની ચૂંટણી પ્રચારના સમયે Petrol-Dieselની કિંમતમાં ઘટાડો કરી આપવાનું વચન આપ્યું હતું. તેમ છતાં આ મહિનાઓમાં પસાર થઈ જતા પણ રાજસ્થાન (Rajasthan)માં ગુજરાત અને અન્ય રાજ્યોની સરખામણીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે.

લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ જીતી શકે છે

ત્યારે વૈભવ ગેહલોતે વધુમાં કહ્યું હતું કે, તેના કારણે જો Petrol-Dieselના ભાવમાં કોઈ સુધારો કરવામાં નહીં આવે, તો રાજસ્થાનની જનતા લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસને મોટા પ્રમાણાં મત આપી શકે છે. અંતે વૈભવ ગેહલોતે અંબાજી મંદિરના મહારાજના આર્શીવાદ લઈ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં જીત હાંસલ કરવાની મનોકામના કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Kheda Lok Sabha seat : ખેડા લોકસભા બેઠક હવે બની છે ભાજપનો ગઢ

આ પણ વાંચો: Rabies Free City ACT: કૂતરાં પાળનાર થઈ જજો સાવચેત, કૂતરાં પાળવા પર AMC લાયસન્સ હોવું ફરજિયાત

આ પણ વાંચો: VADODARA : દબાણને લઇ ભાજપના બે કોર્પોરેટરનું વલણ ચર્ચામાં

Tags :
Advertisement

.