Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Raj Shekhawat : કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને 5 માર્ચ સુધીમાં મારી નાખવાની ધમકી, બિશ્નોઈ ગેંગ પર આશંકા

કરણી સેનાના (Karni Sena) અધ્યક્ષ રાજ શેખાવતને (Raj Shekhawat) જાનથી મારવાની ધમકી મળી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ ધમકી આપવામાં આવી હોવાની ચર્ચા છે. આ મામલે નરોડા પોલીસ (Naroda Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જે નંબરથી ફોન આવ્યો...
09:13 PM Feb 23, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

કરણી સેનાના (Karni Sena) અધ્યક્ષ રાજ શેખાવતને (Raj Shekhawat) જાનથી મારવાની ધમકી મળી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ ધમકી આપવામાં આવી હોવાની ચર્ચા છે. આ મામલે નરોડા પોલીસ (Naroda Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને (Raj Shekhawat) જાનથી મારવાની ધમકીભર્યો એક ફોન આવ્યો હતો. તેમના ઓફિસના ફોન પર એક અજાણી વ્યક્તિએ ફોન કરીને 5 માર્ચ સુધીમાં રાજ શેખાવતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબરના આધારે તપાસ હાથ ધરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યો ફોન જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના (Lawrence Bishnoi gang) સાગરિતો દ્વારા કરવામાં આવ્યો છે.

સતત ધમકીભર્યાં ફોન આવતા હોવાથી નોંધાવી ફરિયાદ

જો કે, હજી સુધી આ અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ, પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, ગત જાન્યુઆરી મહિનામાં રાજ શેખાવતને (Raj Shekhawat) કોઈ અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને જાનથી મારવાની ધમકી આપી હતી. ત્યાર બાદથી તેમને સતત ધમકીભર્યાં ફોન આવતા હોવાથી નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

 

આ પણ વાંચો - Vadodara : હરણી લેક ઝોન કેસના આરોપીના 4 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર, અત્યાર સુધી 20 ની ધરપકડ

Tags :
Gujarat FirstGujarati NewsKarni SenaKarni Sena President Raj ShekhawatLawrence Bishnoi gangnaroda policeRaj Shekhawat
Next Article