Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ragging in College : અપશબ્દો બોલતા, જુનિયર્સને 8 દિવસ ના નાહવાની સજા ફટકારતા!

અમદાવાદની જાણીતી નરેન્દ્ર મોદી કોલેજમાં રેગિંગની ઘટના (Ragging in College) સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સિનિયર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સનું રેગિંગ થતું હોવાની ઘટના સામે આવતા તપાસ બાદ 4 સિનિયર ડોક્ટર્સને સસ્પેન્ડ કરાયા છે. આરોપ છે કે સિનિયર્સ ડોક્ટર્સ...
05:34 PM May 24, 2024 IST | Vipul Sen

અમદાવાદની જાણીતી નરેન્દ્ર મોદી કોલેજમાં રેગિંગની ઘટના (Ragging in College) સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સિનિયર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સનું રેગિંગ થતું હોવાની ઘટના સામે આવતા તપાસ બાદ 4 સિનિયર ડોક્ટર્સને સસ્પેન્ડ કરાયા છે. આરોપ છે કે સિનિયર્સ ડોક્ટર્સ (senior doctors) જુનિયર ડોક્ટર્સને રેગિંગ કરી હેરાન કરતા હતા અને સિનિયર્સનું નહીં માને તો 8 દિવસ નાહવું નહીં અને એકનું એક પ્રિસ્ક્રિપ્શન 700 વખત સુધી લખવાનું કહેતા હતા. સાથે જ અપશબ્દો બોલતા હોવાનો પણ આક્ષેપ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરાયો છે.

8 દિવસ નાહવું નહીં, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર લખાવતા

AMC દ્વારા સંચાલિત મણિનગર (Maninagar) નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં (Narendra Modi Medical College) રેગિંગની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, આ અંગે સર્જરી વિભાગના હેડ આશિષ પટેલને (Ashish Patel) પીડિત વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આશિષ પટેલ દ્વારા રજૂઆત નહીં સાંભળતા ડીન દીપ્તિ શાહને (Deepti Shah) પીડિત વિદ્યાર્થીઓના વાલીએ ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોલેજમાં સિનિયર્સ ડોક્ટર્સ જુનિયરને રેગિંગ કરી હેરાન પરેશાન કરતા હતા. જો જુનિયર્સ નહીં માને તો 8 દિવસ સુધી નહાવાનું નહીં અને એકનું એક પ્રિસ્ક્રિપ્શન 700 વખત સુધી લખવાનું કહેતા હતા. સાથે વાલીઓએ જણાવ્યું કે, સિનિયર ડોક્ટર્સ અપશબ્દો પણ બોલતા હતા.

4 સિનિયર ડોક્ટર્સ સસ્પેન્ડ કરાયા

આ મામલે વાલીઓની ફરિયાદને ધ્યાનમાં રાખીને તપાસ કરાઈ હતી. ત્યાર બાદ તપાસ રિપોર્ટ અને પુરાવાઓને ધ્યાને રાખીને 4 સિનિયર ડોક્ટર્સ સસ્પેન્ડ કરાયા છે. માહિતી મુજબ, ડોક્ટર વ્રજ વાઘાણીને (Dr. Vraj Vaghani) બે વર્ષ માટે, ડોક્ટર શિવાની પટેલને 1 વર્ષ માટે અને અન્ય 2 ડોક્ટરને 28 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે, જેમાં એક મહિલા ડોક્ટર પણ સામેલ છે. આ મામલે ડેપ્યુટી કમિશનર રમેશ મેરજાએ (Ramesh Merja) પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, રેગિંગ કમિટી સમક્ષ પીડિત વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતને લઈને રેગિંગ કમિટીએ (Raging Committee) આ નિર્ણય લીધો છે. આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે. ઉપરાંત, અન્ય કોલેજોમાં (Ragging in College) પણ તપાસ કરાશે.

 

આ પણ વાંચો - HIMMATNAGAR: હિટ એન્ડ રન બાદ વિફરેલા ટોળાએ DySP ની જીપ સળગાવી પોલીસને દોડાવી

આ પણ વાંચો - Ahmedabad : વાહનચાલકો માટે કામચલાઉ છાંયડો, પોલીસકર્મીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

આ પણ વાંચો - Surat: ક્રાઇમ સિટી સુરતમાં રિક્ષાચાલક મનોજે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

Tags :
AhmedabadAMCAshish PatelDeepti ShahDr. Vraj VaghaniGujarat FirstGujarati Newsjunior doctorsManinagarNarendra Modi Medical CollegeraggingRaging CommitteeRamesh Merjasenior doctorssurgery department
Next Article