Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PRE-vibrant summit: ગુજરાત દેશનું ફાર્મા હબ બન્યુ છે : CM BhupendraBhai Patel

PRE- vibrant summit : આજથી પ્રી વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો છે. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત હોલિસ્ટીક હેલ્થકેર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેંદ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) , આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) , કેન્દ્રીય આયુષ સેક્રેટરી રાજેશ કોટેચા...
12:41 PM Jan 05, 2024 IST | Hiren Dave
CM Bhupendra Patel,

PRE- vibrant summit : આજથી પ્રી વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો છે. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત હોલિસ્ટીક હેલ્થકેર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેંદ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) , આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) , કેન્દ્રીય આયુષ સેક્રેટરી રાજેશ કોટેચા હાજર રહ્યા હતા. આ સમયે સીએમ પટેલે કેટલીક વાતો જણાવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત દેશનું ફાર્મા હબ બન્યું છે.

 

 

CM ભુપેંદ્રભાઈ પટેલે શું કહ્યું

CM ભુપેંદ્રભાઈ પટેલે કહ્યું કે વાયબ્રન્ટ સમિટગુજરાત માટે આવનાર સમયમાં મહત્વની બનશે. હાલમાં 8800 વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે. જો કેન્સરની વાત કરીએ તો કેન્સર હોસ્પિટલમાં રોબોટથી સારવાર માત્ર ગુજરાતમાં મળી રહી છે. આ સાથે ટેલિમેડિસિન ફાર્મા પ્રોડક્શન મહત્વનું પરિબળ રહ્યું છે. અત્યારે ગુજરાતમાં 5500 જેટલા ફાર્મા, 1500 બલ્ક ડ્રગ પ્રોડક્ટ મળી રહ્યા છે. ગુજરાતમાં 50 ટકા આંખના લેન્સ બને છે, રાજકોટમાં મેડિકલ ડિવાઈસીસ બને છે. એટલું જ નહીં તમામ હેલ્થ રેકોર્ડ ઓનલાઈન થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ટેલિમેડિસિનનો લાભ 60 લાખ લોકોએ લીધો છે.

રત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યુ છેઃ સીએમ પટેલ

પ્રી વાયબ્રન્ટ સમિટ (PRE- vibrant summit) માં તેઓએ કહ્યું કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈએ આગળ વધવું છે. આપણે અહીં એમઓયૂ કરીએ છીએ. ગુજરાતમાં ફાર્મા અને મેડિકલ અંગેનો સેમિનાર મહત્વનો છે. હાલમાં 360% મેડિકલ સીટોમા વધારો થયો છે અને સાથે 20 વર્ષમા ફાર્મ અને મેડિકલે ઘણી પ્રગતિ કરી છે. રાજ્યમાં 3222 મેડિકલ યુનિટ અગાઉ હતા, જે આજે વધીને 6000 મેડિકલ યુનિટ થયા છે. કુલ યોગદાનમાં ગુજરાતનો ફાળો 32-33% નો છે. 2003માં 5 એમઓયુ કર્યા હતા જે આ વર્ષે 165 થયા છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું

વાયબ્રન્ટ ગુજરાતની પ્રિવેન્ટમાં બોલવાની શરૂઆત કરતા ટકોર કરી કે ડાયગનોસ્ટિક પાર્ક અને બલ્ક ડ્રગ્સ પાર્ક ગુજરાતમાં શરુ થશે. 2047 સુધી ભારત દુનિયામાં સૌથી વધુ ઈકોનોમી વાળો દેશ બનશે અને સાથે હિન્દી સમજતા હોય તેઓને ગુજરાતી સમજતા વાર નહીં લાગે.

 

આ પણ વાંચો- WEATHER : રાજ્યમાં સતત ત્રીજા દિવસે હાડ થીજવતી ઠંડીથી લોકો ઠૂંઠવાયા

 

Tags :
CM Bhupendra PatelcountryGujaratgujarat-becomeHealth MinisterRishikesh Patelpharma hubpre-Vibrant Summit
Next Article