Nilesh Kumbhani વિરુદ્ધ પોલીસ ફરિયાદ! કોંગ્રેસ હાઈકમાન્ડ પણ લાલઘૂમ, પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર!
ગુજરાતની સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat) પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) નું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા છે. જો કે, આ ઘટના બાદથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં જતા રહ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ કરવા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા (Dinesh Kachdia) પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાની માહિતી છે.
નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ
સુરત (Surat) લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થતા ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં એક સીટ આવી ગઈ છે. જો કે, છેલ્લા ઘણા સમયથી નિલેશ કુંભાણી ગાયબ હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. નિલેશ કુંભાણીનો સંપર્ક ન થતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નિલેશ કુંભાણી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા (Dinesh Kachdia) પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
'નિલેશ કુંભાણીએ લોકો પાસેથી મતનો અધિકારી છીનવી લીધો'
દિનેશ કાછડિયાએ આરોપ લગાવતા કહ્યું કે, નિલેશ કુંભાણીએ લોકો પાસેથી મતનો અધિકારી છીનવી લીધો છે. તેમણે કહ્યું કે, વરાછા પોલીસ મથકમાં (Varachha police station) ફરિયાદ નહીં લેવામાં આવે તો આ મામલે હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે. બીજી તરફ નિલેશ કુંભાણીનાં કાંડને લઈ હવે કોંગ્રેસ (Congress) હાઇકમાન્ડ લાલઘૂમ થયું હોવાની માહિતી છે. અહેવાલ અનુસાર, કોંગ્રેસ હાઇકમાન્ડે આ સમગ્ર ઘટનનાનો રિપોર્ટ માંગ્યો. ચર્ચા છે કે રિપોર્ટ મળ્યા બાદ નિલેશ કુંભાણીને કોંગ્રેસ 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી શકે છે. નિલેશ કુંભાણી હાઇકોર્ટમાં કાયદાકીય લડત ન લડતા શંકા ઉપજી છે. આથી, હવે તેમની સામે પક્ષ દ્વારા કડક કાર્યવાહી થઈ શકે છે.
પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર અને ધમકી!
પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે (Pratap Dudhat ) પણ નિલેશ કુંભાણી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જેણે ભાજપનો ખેસ પહેર્યો તેણે પાર્ટી અને પ્રજા સાથે દ્રોહ કર્યો. નિલેશ કુંભાણીને લઈને પ્રતાપ દૂઘાતે ચેલેન્જ ફટકારી અને કહ્યું કે, સુરતમાં કાં તો પ્રતાપ દૂઘાત રહેશે કાં પછી નિલેશ કુંભાણી રહેશે. પ્રતાપ દૂધાતે જાહેર મંચ પરથી મીડિયા મારફતે ધમકી આપતા કહ્યું હતું કે, સુરતના નરબંકા એ જે ગદ્દારી કરી છે તે સ્મશાને જાય ત્યાં સુધી એને મૂકવાનો નથી. પ્રતાપ દૂધાતે કહ્યું કે, પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે તેવા નિલેશ કુંભાણી ઉમેદવાર અને 3 ટેકેદાર જ્યાં સંતાવવું હોય ત્યાં સંતાઈ જજો સી.આર.પાટિલના (CR Patil) ઘરે જજો...કા સુરતમાં (Surat) પ્રતાપ દુધાત રહેશે કા તમે રહેશો.
આ પણ વાંચો - Surat : ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી અચાનક થયા ગુમ!
આ પણ વાંચો - Surat : નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ સમર્થકોનો હોબાળો, ગણાવ્યા જનતાના ગદ્દાર
આ પણ વાંચો - Nilesh Kumbhani : ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટો ભૂકંપ! શું હવે નિલેશ કુંભાણી BJP માં જોડાશે ?