Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi At Banaskantha: વડાપ્રધાન Narendra Modi નો Banaskantha માં પ્રચંડ પ્રચાર

PM Modi At Banaskantha: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો દેશમાં ખૂણે-ખૂણે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે 7 મેના રોજ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું ગુજરાતમાં આયોજન કરવામાં આવશે. ત્યારે આજરોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok...
pm modi at banaskantha  વડાપ્રધાન narendra modi નો banaskantha માં પ્રચંડ પ્રચાર

PM Modi At Banaskantha: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નો દેશમાં ખૂણે-ખૂણે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે 7 મેના રોજ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું ગુજરાતમાં આયોજન કરવામાં આવશે. ત્યારે આજરોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં નવો જોશ ઉમેરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં આવતાની સાથે તેમણે બનાસકાંઠા (Banaskantha) માં પ્રચારનું બ્યુગલ વગાડી દીધુ છે.

Advertisement

  • બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાનનો પ્રચંડ પ્રચાર

  • પીએમ મોદીની જસભામાં 50 હજાર લોકો હાજર

  • કોંગ્રેસ પર વડાપ્રધાને આકરા પ્રહારો કર્યા

જોકે ભાજપ સરકાર માટે ગુજરાતએ વર્ષ 2013 થી ભાજપગઢ માનવામાં આવી છે. તેથી જો મોદી સરકાર (PM Modi) ને વર્ષ 2024 માં દેશની કમાન સંભાળવી હોય, તો ગુજરાતની તમામ બેઠકો પર જીત હાંસલ કરવી અનિવાર્ય છે. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા (Banaskantha) માં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે તેમણે બનાસકાંઠા (Banaskantha) ના ડીસામાં રેલી અને વિશાળ જનસભાનું આયોજન કર્યું હતું.તો બીજી તરફ ઉત્તર ગુજરાત કોંગ્રેસગઢ માનવામાં આવ્યા છે. ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર અને ભાજપે રેખાબેન ચોધરીને ટિકિટ આપવામાં આવી છે. તેના કારણે ગેનીબેન ઠાકોર અને રેખાબેન વચ્ચે ભારે ઘમાસાન જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: PM Modi in Gujarat : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM મોદી રાજ્યના 2 દિવસીય પ્રવાસે, અહીં સંબોધશે વિજય વિશ્વાસ સભા

Advertisement

પીએમ મોદીની જસભામાં 50 હજાર લોકો હાજર

બનાસકાંઠા (Banaskantha) માં ડીસાના એરપોર્ટ નજીક વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું. આ જનસભામાં આશરે 50,000 જેટલા લોકો હાજર રહ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ડીસામાં વિશાળ જનસભાને સંબોધન કરતા પહેલા જણાવ્યું હતું કે, તમારા આર્શીવાદ થકી મેં પાછું વળીને જોયું નથી. મેં દેશની સેવામાં કોઈ કસર છોડી નથી. તમે મને જે વિશ્વાસ સાથે મોકલ્યો છે, તેમાં મેં પૂરો પ્રયાસ કર્યો છે. આ લોકસભા 2024 (Lok Sabha Election) ની ચૂંટણી મારા 10 વર્ષના અનુભવ પછીની ચૂંટણી છે. આ વખતે મારી 3 જી ટર્મમાં ભારતે વિશ્વની ત્રીજી ઇકોનોમિક દેશ બનાવવાનો કદમ ઉઠાવવામાં આવશે.

આ પણ વાંચો: Banaskantha : 11 ગામ વચ્ચે સૌથી વધુ મતદાન થાય તે માટે હરીફાઇની જાહેરાત

Advertisement

કોંગ્રેસ પર વડાપ્રધાને આકરા પ્રહારો કર્યા

તે ઉપરાંત તેમણે વધુ કહ્યું હતું કે, તમે જે બનાસકાંઠાના ઉમેદવારને મત આપવાનો છો, એ સીધા મોદીને મળવાના છે. કોંગ્રેસ અને તેમનું ગઠબંધન મને કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી. તો મારો પરિવાર આખો દેશ છે. હાલમાં, ચૂંટણીના બે ચરણ પુરા થયા છે. રાજસ્થાનમાં 1 પણ શીટ એમને મળવાની નથી. જે પાર્ટીએ 60 વર્ષ શાશન કર્યું તેમને હવે જનતા સામે જવા માટે કોઈ મુદ્દો રહ્યો નથી. ભાજપ સરકાર જ્યારે લોકસભા ચૂંટણી 2024 માં યશ મેળવશે. તેની આગળા 100 દિવસમાં શું કરવું તેને નક્શો અત્યારથી મેં કરીને રાખ્યો છે. તેથી આપણું લક્ષ્ય ગુજરાતની 26 બેઠકો નહીં, દેશના તમામ મતદા મથકો પર ભાજપને જીત અપાવવાની છે.

આ પણ વાંચો: Shaktisinh Gohil : WHO ની ગાઈડલાઈન અને કોરોના રસી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ, ઉઠાવ્યા આ ગંભીર સવાલ

Tags :
Advertisement

.