Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PANCHMAHAL : મુવાડી ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ

Panchmahal : કાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આગાસીની મુવાડી ગામમાં ભર ઉનાળે મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ફળિયામાં આવેલા હેન્ડ પંપમાં પણ ભારે મહેનત બાદ પાણી આવતું હોય છે જે પણ દુષિત હોય છે. જ્યારે 2 વર્ષ...
panchmahal   મુવાડી ગામની મહિલાઓ ભર ઉનાળે પાણી માટે કરી રહી છે રઝળપાટ

Panchmahal : કાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આગાસીની મુવાડી ગામમાં ભર ઉનાળે મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. ફળિયામાં આવેલા હેન્ડ પંપમાં પણ ભારે મહેનત બાદ પાણી આવતું હોય છે જે પણ દુષિત હોય છે. જ્યારે 2 વર્ષ અગાઉ નળ સે જળ યોજના અંતર્ગત અહીં મૂકવામાં આવેલા નળ શોભાના ગાંઠીયા સમાન બન્યા છે અને બે વર્ષ વિતવા છતાં પીવાના પાણીનું ટીપું પણ નળના માધ્યમથી મળ્યું નથી. વળી કેટલાક નળના જોડાણો પણ હાલ તૂટી જમીન દોસ્ત બની ગયા છે અહીંની મહિલાઓને કપડાં ધોવા અને પશુઓને પીવાના પાણી માટે ફરજિયાત જ્યાં કુવા હોય ત્યાં સુધી લાંબા થવું પડી રહ્યું છે જેના કારણે મહિલાઓને પીવાના પાણી માટે આખો દિવસ વલખા મારવાના દિવસો આવી ગયા છે, અને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે મહિલાઓને આખો દિવસ પૂર્ણ થઈ જાય છે અને જેની અસર પોતાના ઘરકામ ઉપર પડી રહી છે તો બીજી તરફ પાણી નહિ હોવાના કારણે પશુપાલકો પણ ચિંતિત બન્યા છે.

Advertisement

ગામોમાં આ યોજના માત્ર કાગળ  પર

પંચમહાલ (Panchmahal)જિલ્લામાં સરકારની ઘેર ઘેર પાણી પહોંચાડવાની યોજના હેઠળ કરોડો રૂપિયા ખર્ચ કામગીરી કરવામાં આવી છે પરંતુ આજે પણ કેટલાય ગામોમાં આ યોજના માત્ર કાગળ ઉપર અને શોભાના ગાંઠિયા સમાન બની રહી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.કાલોલ તાલુકાના આગાસીની મુવાડીમાં પાણીની સમસ્યા સર્જાઈ છે અને આ સમસ્યાને દૂર કરવા માટે છેલ્લા બે વર્ષ પહેલા ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત નળના કનેક્શન આપવામાં તો આવી ગયા છે પરંતુ આ નળને આજ દિન સુધી પાણી આવી રહ્યું નથી. જ્યારે અહીં મૂકવામાં આવેલા કેટલાક હેન્ડ પંપ પણ યોગ્ય રીતે કાર્યરત નહીં હોવાથી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ જોડાણો આપ્યા બાદ પાણી નો ટેન્કર લાવી પાઇપ માં પાણી રેડી ખાલી ફોટા પાડવામાં આવ્યા છે પરંતુ નળમાં પાણી આવ્યું નથી. અને પાઇપો તૂટી જવા સાથે નળના જોડાણ પણ જમીન દોસ્ત થઈ ગયા છે.જેથી હાલ અહીં પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થઈ છે

Advertisement

ગોમાં નદીમાં પણ પાણીનો અભાવ

હાલ મહિલાઓ નજીકમાં આવેલા એક કુવામાંથી માંથી પીવાનું પાણી મેળવી રહી છે. ઉપરાંત પાણીનું સ્તર નીચે ગયું હોવાથી ખૂબ જ મહેનત બાદ અને જીવના જીખમે કુવા માંથી પાણી ખેંચીને બહાર કાઢી રહ્યા છે. જેને લઇ મહિલાઓને પાણી ભરવા માટે રીતસર કતારમાં ઊભું રહેવું પડી રહ્યું પડે છે. આ ઉપરાંત પશુઓના પીવા માટે તેમજ કપડાં ધોવા માટે અગાઉ ગોમાં નદીમાં જતા હતા પરંતુ હાલ ઉનાળામાં ગોમાં નદીમાં પણ પાણીનો એક ટીપું પણ નથી જેના કારણે પાણી માટે દૂર દૂર સુધી જ્યાં કુવા હોય ત્યાં સુધી ભર ઉનાળામાં રઝળપાટ કરવું પડે છે, જેથી સરકાર દ્વારા માતબર ખર્ચે નાખવામાં આવેલી નલ સેજલ યોજના હેઠળ વહેલી તકે પાણી પૂરું પાડવામાં આવે એવી સ્થાનિક મહિલાઓ માગણી કરી રહી છે.

Advertisement

ગામના સ્થાનિકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન

સરકારની વિકાસની વાતો વચ્ચે આજે પણ કેટલાય વિસ્તારોના રહીશો ભૂતકાળની જેમ ઊંડા કુવા માંથી પાણી ખેંચી લાવી પોતાની જરૂરિયાત પૂરી કરી રહ્યા છે. સરકાર દ્વારા ભલે કરોડોના ખર્ચે નલ સે જલ યોજના અમલમાં મૂકી ઘેર ઘેર પાણી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે પરંતુ સરકારના શુભ આશયને સંલગ્ન જવાબદારો જાણે ઘોળી પી ગયા હોય એવું કરવામાં આવતી કામગીરી થકી જોવા મળી રહ્યું છે. નલ સે જલ યોજનામાં ઘર આંગણે આપવામાં આવતા જોડાણોની કામગીરી તદ્દન ગુણવત્તા વગરની અને વેઠ ઉતારવામાં આવ્યો હોવાનું સ્થાનિકો જનાવી રહ્યા છે, કાલોલ તાલુકાના આગાસીની મુવાડી ગામમાં બે વર્ષ પહેલાં નલ સે જલ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  આ કામગીરીની શરૂઆત તથા સ્થાનિકોને પાણીની સમસ્યા દૂર થશે તેવી આશા બંધાઈ હતી પરંતુ તે આશા પણ ઠગારી નીવડી, ગામના કેટલાક ફળિયામાં નલ સેજલ યોજના હેઠળ માત્ર નળ કનેક્શન આપવામાં આવ્યા તો કેટલાક ફળિયામાં તો કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, ભૈરવની મુવાડી ગામના સ્થાનિકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે

ત્યારે હાલ ભર ઉનાળામાં અહીંના કુવાનો પાણી નો સ્તર નીચે જવાના કારણે પશુઓ માટે પણ પાણી મળતું નથી, સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ઘરના કેટલાક લોકો કામ કરવા માટે બહાર જતા હોય છે ત્યારે મહિલાઓ ઘરનું કામ અને પશુપાલન કરતી હોય છે મહિલાઓને ઘરમાં જમવા બનાવવા અને પીવા માટે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે અહીં આવેલા ખાનગી કુવા સુધી ફરજિયાત લાંબા થવું પડે છે અને કયારેક કતારોમાં પણ ઉભું રહેવું પડે છે. મહિલાઓ જયારે પાણી લેવા માટે કુવા એ જાય ત્યારે બાળકો પણ તેઓ પાછળ જતાં સતત ચિંતા સાથે મહિલાઓ મજબુર બની પાણી લાવી રહી છે, ત્યારે હવે ગામના સ્થાનિકો નલ સે જલ યોજના અંતર્ગત જે નળ ના કનેક્શન આપવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે અને વહેલી તકે પાણી આપવાની માંગ કરી રહ્યા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ  વાંચો - Rajkot Tragedy : BJP નેતાઓને પીડિતોના ન્યાયની નહીં ઉજવણીની પડી છે ? કરી વાહીયાત જાહેરાત!

આ પણ  વાંચો - VADODARA : મતગણતરી માટે 500 ઉપરાંત કર્મચારીઓ તાલીમબદ્ધ

આ પણ  વાંચો - VADODARA : એક જ રાતમાં રૂ.4.91 લાખના મુદ્દામાલનો સફાયો

Tags :
Advertisement

.