Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PANCHMAHAL : ગોધરામાં આવેલ સદભાવના મિશન ટ્યુશન ક્લાસ કોમી એખલાસતાનું જીવંત ઉદારહણ બન્યા

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ  ગુરુ આ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર થાય છે. આજે એવા જ એક શિક્ષકની વાત કરવી છે જે એક ગોધરા જેવા શહેરમાં છેલ્લા 14...
panchmahal   ગોધરામાં આવેલ સદભાવના મિશન ટ્યુશન ક્લાસ કોમી એખલાસતાનું જીવંત ઉદારહણ બન્યા
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 
ગુરુ આ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર થાય છે. આજે એવા જ એક શિક્ષકની વાત કરવી છે જે એક ગોધરા જેવા શહેરમાં છેલ્લા 14 વર્ષથી કોમી એખલાસ સાથે સાથે જે ગરીબ સહિત અનાથ બાળકો શાળાએ ન જઇ શકતા હોય તેઓની ઝૂંપડપટ્ટીએ પોહચી જ્ઞાન પીરસવા સાથે સાથે અનાથ બાળકોના માતા પિતા બની તમામ પ્રકારની જબાબદારી નિભાવી રહ્યા છે. એટલુંજ નહિ પરંતુ આજે તેઓની સાથે ઝૂંપડપટ્ટીમાં જ અભ્યાસ કરી ચૂકેલા યુવાનો આગળ જઈ ગરીબ બાળકોને ફ્રી મા શિક્ષણ આપવાની વાત કરી રહયા છે.
Image preview
ગોધરાના બહારપુરા વિસ્તારમાં આવેલો સદભાવના મિશન ટ્યુશન ક્લાસ કોમી એખલાસતાનું જીવંત ઉદારહણ બન્યો છે. છેલ્લા 14 વર્ષથી કાર્યરત આ ટ્યુશન ક્લાસમાં એક મુસ્લિમ શિક્ષક દ્વારા રોજ સાંજે બે કલાક સુધી મધ્યમ અને ગરીબ વર્ગના 160 વિદ્યાર્થીઓને મફતમાં ટ્યુશન આપવામાં આવી રહ્યું . આ ટ્યુશનના માધ્યમથી અભ્યાસ કરી અત્યાર સુધીમાં કેટલાય ગરીબ પરિવારના બાળકો ઉચ્ચ અભ્યાસ સુધી પહોંચ્યા છે, વળી નવાઇની વાત એ છે કે આ ટ્યુશન ક્લાસનો પ્રારંભ અહીં આવેલા રામજી મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો. જેની હાલ મરામત કામગીરી કાર્યરત હોવાથી ટ્યુશન ક્લાસ અત્યારે શિવ મંદિરના પ્રાંગણમાં ચાલી રહ્યો છે. અહીં અભ્યાસ કરાવી રહેલા ઇમરાન ભાઈ તેઓ પોતે મુસ્લિમ હોવા છતાં કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી રાખી રહ્યા. એવી જ રીતે આ વિસ્તારના બાળકો અને વાલીઓ પણ તેઓ સાથે સહજતા પૂર્વક ભેદભાવ વિના સહકાર આપી રહ્યા છે.
Image preview
ગોધરા શહેરમાં રહેતા અને ખાનગી શાળામાં નોકરી કરતાં ઈમરાન ભાઈ છેલ્લા 14 વર્ષથી ગોધરા શહેરના સ્લમ કહી શકાય એવા બહારપુરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ થકી ગરીબ બાળકોને મફત શિક્ષણ પૂરું પાડી રહ્યા છે .તેઓને પોતાના અભ્યાસ કાળ દરમિયાન થી ગરીબ બાળકોના જીવનધોરણને ઊંચું લાવવાની એક ભાવના જાગી હતી અને જે ભાવનાને ઉજાગર કરવા માટે તેઓને આ એક માધ્યમ મળ્યું છે. ગોધરા શહેરના સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સુજાત વલીના માધ્યમથી સદભાવના મિશન ક્લાસની 14 વર્ષ અગાઉ બહાર પૂરા ખાતે આવેલા રામજી મંદિરમાં શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ ટ્યુશન ક્લાસમાં માંડ 10 થી 15 વિદ્યાર્થીઓ ટ્યુશન માટે આવતા હતા.
બીજી તરફ રામજી મંદિરમાં આરતીના સમય બાદ ટ્યુશનની શરૂઆત કરવામાં આવતી હતી ત્યારે ઇમરાન ભાઈ પણ અચૂક એ સમયે અહીં ઉપસ્થિત થઈ જતા હતા .આ બાબત કોમી એખાલસતાની પ્રતીતિ સમી બની હતી અને ઇમરાન ભાઈ દ્વારા આપવામાં આવતા શિક્ષણ થકી અહીંના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ધીમે ધીમે રૂચી કેળવાઈ હતી .ત્યારબાદ હાલ ધોરણ એક થી દસમાં અભ્યાસ કરતાં આ વિસ્તારના સરેરાશ 160 વિદ્યાર્થીઓ અહીં મફતમાં રોજ ટ્યુશન મેળવી રહ્યા છે. વળી ઈમરાન ભાઈ દ્વારા હિન્દુ રીતિ રિવાજ મુજબ તમામ તહેવારમાં ટ્યુશન ક્લાસમાં બાળકો સાથે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અને વર્ષમાં એકવાર તમામ બાળકોને નિશુલ્ક પ્રવાસમાં પણ લઈ જવામાં આવે છે. આ પ્રવૃત્તિ થકી હાલ કેટલાય વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કરી ચૂક્યા હોવા છતાં આજે પણ ટ્યુશન ક્લાસમાં આવી રહ્યા છે.
Image preview
ગોધરા શહેરના બહારપુરા સ્મશાન રોડ વિસ્તારમાં મારવાડી વાસ ,દંતાણી વાસ સહિતના ફળિયા આવેલા છે અને અહીં રહેતા મહત્તમ પરિવારો શ્રમજીવી છે. અને તેઓનો જીવન નિર્વાહ શ્રમ થતી ચાલી રહ્યો છે. ત્યારે કેટલાક શ્રમજીવી પરિવારના બાળકો પૈકી હાલ 22 બાળકો એ પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે અને ચાર બાળકો અનાથ છે.
આ બાળકોને પણ અહીં મફતમાં ટ્યુશન આપવામાં આવી રહ્યું છે .આ બાબત અંગે અહીંના વિદ્યાર્થીઓ પણ જણાવી રહ્યા છે કે ઇમરાન ભાઈ દ્વારા પિતા વિહોણા અને અનાથ બાળકોને સહેજ પણ ઓછું આવવા દેવામાં આવતું નથી અને પૂરતી હૂંફ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે .જેથી કેટલાક વિદ્યાર્થીઓ પણ ઇમરાન ભાઈની ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવાની ભાવનાથી પ્રેરણાદાયી બન્યા છે અને ભવિષ્યમાં શિક્ષક બની પોતાની મહેચ્છાઓને ઉજાગર કરવાનો સવાર પણ વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.