Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Panchmahal Congress: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 મી માર્ચ રોજ આવશે ગુજરાતમાં

Panchmahal Congress: રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નેતૃત્વમાં નીકળેલ ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) 7 માર્ચના રોજ ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે. ત્યારે આ યાત્રાને લઈને ગુજરાત રાજ્યના કોંગ્રેસી (Congress) નેતાઓ દ્વારા તડામાર તૈયારી શરૂ દેવામાં આવી છે....
10:28 PM Feb 25, 2024 IST | Aviraj Bagda
Congress' Bharat Jodo Nyaya Yatra will come to Gujarat on March 7

Panchmahal Congress: રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નેતૃત્વમાં નીકળેલ ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) 7 માર્ચના રોજ ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે. ત્યારે આ યાત્રાને લઈને ગુજરાત રાજ્યના કોંગ્રેસી (Congress) નેતાઓ દ્વારા તડામાર તૈયારી શરૂ દેવામાં આવી છે.

આ યાત્રા પંચમહાલ જિલ્લામાંથી પસાર થશે. જેને લઈ આ યાત્રાનો ભવ્ય સ્વાગત કરવા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે આજરોજ કોંગ્રેસ નેતા અમિત ચાવડા (Congress Leader Amit Chavda) ની પ્રમુખ ઉપસ્થિતિના પંચમહાલ કોંગ્રેસ (Congress) કાર્યાલય ખાતે વિસ્તૃત કારોબારી ની બેઠક યોજવામાં આવી હતી.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન

કોંગ્રેસ નેતા અમિત ચાવડા (Congress Leader Amit Chavda) એ જણાવ્યું હતું કે, આ યાત્રા (Bharat Jodo Nyay Yatra) દેશના લોકોના હક અધિકાર માટે અને લોકો પર સરકાર દ્વારા અન્યાય અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તે તમામ લોકોને હક અને ન્યાય મળેએ સંકલ્પ સાથે Bharat Jodo Nyay Yatra શરૂ કરવામાં આવી છે.

ત્યારે ગુજરાતમાં AAP-Congress ગઠબંધનને લઈ અમિત ચાવડા (Congress Leader Amit Chavda) એ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સરકાર વિરોધી મત છે. દેશમાં મતોના વિભાજનના કારણે BJP ને ફાયદો થાય છે. જેને લઈ AAP-Congress ગઠબંધન કર્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 24 બેઠકો પર કોંગ્રેસ (Congress) લડશે અને AAP 2 બેઠકો પર લડશે.

મતોની વહેંચણીને કારણે ભાજપ બાજી મારે છે

દેશમાં INDIA Alliance નેતૃત્વ વાળી સરકાર બને તે દિશામાં આગળ વધવા જણાવ્યું. 2019 ની ચૂંટણીમાં BJP ને અને તેના એલાઇન્સ ને 35% જ મતો મળ્યા હતા અને 65% મતો વિરોધમાં પડ્યા હતા.મતોના વિભાજનના કારણે 2019 માં BJP ની સરકાર બની હતી. લોકો સરકાર બદલવા માંગે છે. જો સરકાર બદલવી હોય તો સરકાર વિરોધી જે મત છે. તે વહેંચાઈ ન જાય તે માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે.

અહેવાલ નામદેવ પાટીલ

આ પણ વાંચો: Surat Suicidal Story: સુરતના હલદરૂ ગામે કળિયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લાજવ્યું

Tags :
AAPAAP - CongressAmit ChavdaBharat Jodo Nyay YatraBJPCongressCongress LeaderCongress Leader Amit ChavdaGodhraGujaratGujaratFirstINDIA alliancepanchmahal
Next Article