Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : સરપંચની હત્યા બાદ લોકોનું ટોળું ઊગ્ર બન્યું, પોલીસે 8 ટીયર ગેસ છોડ્યા, બે જવાનોને માથામાં ઈજા

પંચમહાલના (Panchmahal) ગોકળપુરામાં પોલીસ પર પથ્થરમારોની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે પોલીસકર્મીને માથાના ભાગે ઈજા પહોંચી હોવાના સમાચાર છે. પોલીસ દ્વારા 8 જેટલા ટીયર ગેસના સેલ છોડી બબાલને કાબૂ કરવાનો પ્રયત્ન કરાયો હતો. જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી...
panchmahal   સરપંચની હત્યા બાદ લોકોનું ટોળું ઊગ્ર બન્યું  પોલીસે 8 ટીયર ગેસ છોડ્યા  બે જવાનોને માથામાં ઈજા

પંચમહાલના (Panchmahal) ગોકળપુરામાં પોલીસ પર પથ્થરમારોની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે પોલીસકર્મીને માથાના ભાગે ઈજા પહોંચી હોવાના સમાચાર છે. પોલીસ દ્વારા 8 જેટલા ટીયર ગેસના સેલ છોડી બબાલને કાબૂ કરવાનો પ્રયત્ન કરાયો હતો. જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી સહિત પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી હતી. માહિતી મુજબ, પોલીસે ટોળામાંથી સંખ્યાબંધ લોકોને ડીટેન કર્યા છે. ગ્રામ પંચાયતના સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો હતો.

Advertisement

ટોળાને વિખેરવા માટે 8 જેટલા ટીયર ગેસ છોડાયા

સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો

પંચમહાલના (Panchmahal) ગોકળપુરા (Gokalpura) ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચની નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરવામાં આવી હતી. સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો હતો. આ મામલે પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સાથેનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહના પીએમ સહિતની કાર્યવાહી કર્યા બાદ શવને પરિવારજનોને ગામમાં અંતિમ સંસ્કાર કરવા માટે સોંપ્યો હતો. પરંતુ, મૃતકના પરિવારજનો અંતિમ સંસ્કાર આરોપીના ઘર સામે કરવા અડગ હતા. આ મામલે પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ લોકોના ટોળામાંથી અચાનક પોલીસ પર પથ્થરમારો કરવામાં આવે છે.

Advertisement

પોલીસ પર પથ્થરમારો

પોલીસે ટીયર સેલ છોડી સ્થિતિ પર કાબૂ મળવ્યો

માહિતી મુજબ, આ સમગ્ર ઘટનામાં બે પોલીસ કર્મચારીને માથાના ભાગે ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઊગ્ર બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસના જવાનોએ 8 જેટલા ટીયર ગેસના સેલ છોડી બેકાબૂ બનેલા ટોળાંને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ પર પથ્થરમારાની ઘટના બનતા જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી સહિત પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી હતી. માહિતી મુજબ, પોલીસે પથ્થરમારો કરનારા લોકોના ટોળામાંથી સંખ્યાબંધ લોકોને ડીટેન કર્યા છે. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ છે.

Advertisement

ગોકળપુરા તથા તેની આસપાસ 5 કિમીમાં ધારા 144 લાગૂ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સમગ્ર મામલે શહેરા મામલતદાર દ્વારા ક્રિમિનલ પ્રોસીઝર કોડ 1973 કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે મુજબ ગોકળપુરા તથા તેની આસપાસ 5 કિમીના વિસ્તારમાંબે દિવસ માટે  ધારા 144 લાદવામાં આવી છે. 5 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  તેમ શહેરા મામલતદાર બી.પી. પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો - Ahmedabad શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ પર મહિલા બુટલેગરના સાગરીતોએ કર્યો હુમલો

આ પણ વાંચો - Dahod Fire Accident: ઝૂંપડામાં સૂતા હતાં 2 બાળક, અચાનક લાગેલી વિકરાળ આગે માસૂમોનો જીવ લીધો

આ પણ વાંચો -  Surat : હિંદુવાદી નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં આરોપીઓના પાક. કનેક્શનને લઈ પો. કમિશનરે કર્યાં મોટા ખુલાસા

Tags :
Advertisement

.