Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Palanpur-Ambaji Bridge: 123 કરોડના ખર્ચે તૈયાર થતા બ્રિજ નિર્માણને લઈને નાગરિકોમાં આક્રોશ

Palanpur-Ambaji Bridge: પાલનપુરમાં કેન્દ્ર સરકાર દ્વારા 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો. આ બ્રિજને કારણે પાલનુપર સર્કલથી અંબાજી તરફ વાહનોને ટ્રાફિકથી મુક્તિ મળવાની હતી. પાલનપુર અને અંબાજીને જોડતા પુલ નિર્માણમાં વિલંબ જાન્યુઆરી 2024 માં...
12:08 AM Mar 02, 2024 IST | Aviraj Bagda
Outrage among the citizens over the bridge construction being prepared at a cost of 123 crores

Palanpur-Ambaji Bridge: પાલનપુરમાં કેન્દ્ર સરકાર દ્વારા 123 કરોડના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ રોટરી રેલવે ઓવરબ્રિજ મંજૂર કર્યો હતો. આ બ્રિજને કારણે પાલનુપર સર્કલથી અંબાજી તરફ વાહનોને ટ્રાફિકથી મુક્તિ મળવાની હતી.

કેન્દ્ર સરકાર અને પાલનપુરના પરિવહન તંત્ર એક એજન્સીને દ્વારા બ્રિજના કામને 18 મહિનામાં પૂરું કરવા માટે 90 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનું કામ મળ્યું હતું. આ બ્રિજ આરટીઓ સર્કલથી દાતા તરફ 682 મીટર લાંબો, આબુ તરફ 700 મીટર લાંબો અને પાલનપુર-અમદાવાદ હાઇવે તરફ 951 મીટર લાંબો છે.

જાન્યુઆરી 2024 માં બ્રિજ નિર્માણ કામ પૂરુ થવાનું હતું

તે ઉપરાંત ગુજરાતમાં પ્રથમ પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ રોટરી ડિઝાઇનનું રેલવે ઓવરબ્રિજ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું. હવામાં 52 ફૂટ ઉપર સર્કલ બનાવવાનું કામ પાલનપુરની GPC Infrastructure LTD કંપનીએ પુરજોશમાં શરૂ કર્યું હતું. જોકે જાન્યુઆરી 2024 માં બ્રિજનું કામ પૂરું કરવાનું હતું.

કામ પૂરું થાય તે પહેલા બ્રિજમાં દુર્ઘના સર્જાઈ

જોકે બ્રિજનું કામ પૂરું થવા આવ્યું હતું. ત્યારે જ 4 મહિના પહેલા નિર્માણધીન બ્રિજના 6 ગડર પડી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગડરના મલબા નીચે એક ટ્રેક્ટર અને રીક્ષા દટાતા બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જોકે ઘટનાને ગંભીરતાને લઈને સરકાર દ્વારા બ્રિજ બનાવનાર એજન્સી જીપીસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરાઈ હતી.

સમયસર બ્રિજનું કામ પૂર્ણ ન થતા સ્થાનિકોમાં રોષ

તેમની સામે ફરિયાદ નોંધાયાને પણ 4 મહિના વીતી ગયા છે. પરંતુ હજુ સુધી બ્રિજનું કામ પૂર્ણ ન કરતા આરટીઓ સર્કલથી અંબાજી જતા તમામ વાહન ચાલકોને પાલનપુર સિટીની અંદરથી ટ્રાફિક અને સાંકડા રસ્તાઓ ઉપરથી જવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે. જેને લઈને સ્થાનિકો તેમજ વાહન ચાલકોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સરકાર અને તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે.

આ પણ વાંચો: ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : મુકેશ અંબાણીએ મહેમાનોનું કર્યું ભાવભર્યું સ્વાગત, “અતિથિ દેવો ભવ” ની પરંપરા પર મૂક્યો ભાર

Tags :
AmbajiCentral governmentGujaratGujaratFirstinfrastructurePalanpurPalanpur bridge CaseProtestRiots
Next Article