Padra :જાસપુર ગામે સાત ઘોડા સહિત બે વ્યક્તિ ફસાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું, સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ બંધ કરાયો
અહેવાલ -વિજય માલી-વડોદરા
સરદાર સરોવર બાદ કડાણા ડેમમાંથી 10.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં મહિ નદી બે કાંઠે વહેતી થઈ. મહિ કાંઠા અને વિસ્તાર નાં પાણી ફરી વળ્યાં. મહિ નદીમાં પાણી સતત વધારો થતાં પાદરા તાલુકાના 10 ગામો પ્રભાવિત થયા છે અને ડબકા સહિત સુલતાનપુરા, મહમદપુરા નાં ભાઠા વિસ્તાર આવેલ લાંભા વિસ્તાર માં ખેતરો , મકાનો અને મંદિર પણ મહિ નદીમાં પાણી ડૂબી ગયા છે. ડબકા નદી નાં કાંઠે આવેલ સ્મશાન પણ ધરાશાઈ થઈ ગયું હતું..
મહિ નદીનાં પાણી ડબકા નાં સુલતાનપુરા લાંભા વિસ્તાર માં ફરી વળતાં પાણી વચ્ચે ફસાયેલા 20 થી વધુ સ્થાનિક રહીશો ને ડબકા ગામ સરપંચ મહેશ જાદવ અને બીટ જમાદાર દ્વારા બોટ મારફતે રેશ્ક્યું કરી ફસાયેલા તમામ લોકો ને સુક્ષીત બહાર કાઢવામાં આવ્યા હતા. જાસપુર ગામે સાત જેટલા ઘોડા સહિત બે વ્યકિતઓ ફસાતા તંત્ર દ્વારા રેશિયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મહિ સાગર નદી એ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં સતત પાણી નદીનાં જળસ્તર માં વધારો થતાં મધ્ય ગુજરાત ને સૌરાષ્ટ્ર ને જોડતો મુખ્ય બ્રિજ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાતા હજારો ની સંખ્યા માં વાહન ચાલકો અટવાયા હતા. સાથે વાહન ચાલકો લાંબા સમય સુધી અટવાતા વાંહન ચાલકો એ પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર ફોન દ્વારા રજૂઆત કરતા વાહન વ્યવહાર ને અવર જવર કરવા માર્ગ ચાલુ કરવામાં આવ્યો હતો
આ પણ વાંચો -VADODARA : ધસમસતા પૂરના પાણીમાં યુવાન જીવ જોખમમાં નાખી કરતબ કરતો વીડિયો થયો વાયરલ