Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Padminiba : રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે : પદ્મિની બા

Padminiba: લોકસભાની ચૂંટણી (loksabhaelection)નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. પહેલા ભાજપના નેતા અને હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી (rahulgandhi)દ્વારા રાજા-રજવાડા અંગે આપેલા નિવેદન અંગે મહિલા ક્ષત્રિય( kshatriyasamaj)અગ્રણી પદ્મિનીબા (Padminiba)વાળાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું...
padminiba   રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે   પદ્મિની બા

Padminiba: લોકસભાની ચૂંટણી (loksabhaelection)નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. પહેલા ભાજપના નેતા અને હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી (rahulgandhi)દ્વારા રાજા-રજવાડા અંગે આપેલા નિવેદન અંગે મહિલા ક્ષત્રિય( kshatriyasamaj)અગ્રણી પદ્મિનીબા (Padminiba)વાળાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. સાથે જ ક્ષત્રિય સમાજના જ કેટલાક આગેવાનોને જયચંદ ગણાવ્યા હતા.

Advertisement

રાહુલ ગાંધીએ તેમના શબ્દો પાછા ખેંચવા જોઈએ: પદ્મિનીબા

લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ ક્ષત્રિયોના આક્રોશનો ભોગ બની રહ્યું છે ત્યારે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા-રજવાડા અંગે આપેલા નિવેદન અંગે રાજકોટ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા જાડેજાએ રાહુલ ગાંધી સામે આક્રોશ સાથે નિવેદન આપ્યું હતું. પદ્મિનીબા જાડેજાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ તેમના શબ્દો પાછા ખેંચવા જોઈએ. રાહુલ ગાંધીએ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ. સાથે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ક્ષત્રિય સમાજ વિશે બોલી જાય છે, તે ક્ષત્રિય સમાજને સમજે છે શું? તેઓ આ મામલે આગામી સમયમાં વિરોધ કરશે. પદ્મિનીબાએ કહ્યું હતું કે, કોઈ જ પક્ષપાત ન હોવો જોઈએ. ભાજપ હોય કે કોંગ્રેસ જે પણ સત્ય સમાજ વિશે બોલે છે તેમનો વિરોધ કરવો જોઈએ.

Advertisement

Advertisement

સંકલન સમિતિનો વિરોધ કર્યો આથી અફવા ફેલાવાઈ

પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો આથી અફવા ફેલાવાઈ છે. અફવા ફેલાવનારાઓને પડકાર ફેંકુ છુંકે, તમે જે કરવા માંગતા હો તે કરો, હું હંમેશા હિન્દુત્વની વાત કરું છું. હિંદુઓ માટે મોદીએ જે કામ કર્યું તેને કોઈ ભૂલી ના શકે, હું ટોળામાં નથી નીકળતી. હું માત્ર મારી બહેનો સાથે લડત ચલાવું છું પણ સમિતિમાં સ્વાભિમાનની વાત મને ક્યાંય દેખાતી નથી. જે લોકો ફોન કરી ને મને બદનામ કરે કે ધમકાવે છે.

આ પણ વાંચો - Pradipsinh Vaghela: રાહુલ ગાંધીના વિવાદ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર, જાણો શું લખ્યું છે આ પત્રમાં?

આ પણ વાંચો - Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, કહ્યું આનો જવાબ મળશે!

આ પણ વાંચો - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ Rahul અને Priyanka Gandhi ને લીધા આડે હાથ, કહી આ વાત!

Tags :
Advertisement

.