ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

One Nation One Challan : ઈ-મેમો ન ભરનારાની ખેર નહીં! એપમાં રજિસ્ટ્રર્ડ વાહનનો નંબર નાખતા જ દેખાશે તમામ પેન્ડિંગ ચલણ

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસ ને દિવસે વધી રહી છે. ત્યારે નાગરિકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર સીસીટીવી કેમેરા ગોઠવીને ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સામે ઈ-મેમો ઇશ્યૂ કરીને દંડ વસૂલવાની...
07:27 PM Jan 16, 2024 IST | Vipul Sen

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસ ને દિવસે વધી રહી છે. ત્યારે નાગરિકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર સીસીટીવી કેમેરા ગોઠવીને ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સામે ઈ-મેમો ઇશ્યૂ કરીને દંડ વસૂલવાની વ્યવસ્થા ટ્રાફિક વિભાગ (Traffic Police) દ્વારા ઊભી કરવામાં આવી છે. જો કે, એકથી વધુ ઇ-મેમો ઇશ્યૂ થયા હોવા છતાં શહેરભરમાં મોટી સંખ્યામાં લોકોએ ઇ-મેમો ભર્યા નથી. આથી હવે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદમાં 'વન નેશન વન ચલણ' એપ્લિકેશનનું (One Nation One Challan) આજથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી 'માર્ગ સલામતિ' (Road Safety) મહિનો અમલી કરાયો છે. આ દરમિયાન, ટ્રાફિક નિયમોને ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને આવા વાહનચાલકોના રજિસ્ટર્ડ નંબર પ્લેટ પરથી ચલણ જનરેટ થઈ જશે. એટલે કે સ્થળ પર જ 'વન નેશન વન ચલણ' એપ્લિકેશનમાં (One Nation One Challan) રજિસ્ટર્ડ વાહનનો નંબર નાખતાની સાથે જ જો કોઈ પેન્ડિંગ ચલણ બોલાતું હશે તો તેની વિગત એપમાં દેખાશે. આ સુવિધા હેઠળ વાહનચાલકો સ્થાનિક જગ્યા પર પણ પેન્ડિંગ ચલણ ભરી શકશે.

 

90 દિવસમાં ચલણ નહીં ભરાય તો વકર્ચ્યુલ કોર્ટમાં ટ્રાન્સફર

'વન નેશન વન ચલણ' એપ્લિકેશન (One Nation One Challan) શહેરના RTO માં પણ ઉપલ્બધ હશે. કોઈ પેન્ડિંગ ચલણ બોલાતું હશે તો વાહનચાલક પોતાનું વાહન ટ્રાન્સફર નહીં કરી શકે. સાથે જ જો 90 દિવસમાં ચલણ નહીં ભરાય તો ઓટોમેટિક વકર્ચ્યુલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. વર્ચ્યુઅલ કોર્ટમાં જો 45 દિવસમાં ચલણ નહીં ભરાય તો ફિજિકલ કોર્ટમાં બોલાવી સજા અથવા દંડ સંભળાવવામાં આવશે. આ સુવિધા સાથે હવે ટ્રાફિક પોલીસ (Traffic Police) અને વાહનચાલક વચ્ચે સ્થળ પર થતી લાંબી ચર્ચા અને તેનાથી જે સમય બગડતો હતો તે હવે નહીં થાય અને આ ચલણ વ્યક્તિ ઘરેથી પણ ભરી શકશે. જણાવી દઈએ કે, શહેરના RTO માં પણ આ એપ્લિકેશન કનેક્ટ હશે, આથી RTO માં પણ પેન્ડિંગ ચલણની માહિતી મેળવી શકાશે. હવે હાર્ડ કોપી ચલણ બંધ છે અને ડિજિટલ ચલણ અમલી રહેશે.

'વન નેશન વન ચલણ' મોબાઇલ એપ્લિકેશનનું આજથી અમલીકરણ : સફીન હસન

અમદાવાદ શહેર, ડીસીપી, ટ્રાફિક ઈસ્ટ, સફીન હસનના જણાવ્યા મુજબ, 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી 'માર્ગ સલામતિ' (Road Safety) મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી જે 'વન નેશન વન ચલણ' પ્રોજેક્ટ અમલી કરેલ છે, તેના હેઠળ આજથી 'વન નેશન વન ચલણ' મોબાઇલ એપ્લિકેશનનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશન પહેલા કરતા વધુ અપડેટેડ છે. આ એપમાં માત્ર રજિસ્ટર્ડ વાહનનો નંબર એન્ટર કરવાથી તમામ પેન્ડિંગ ચલણ જનરેટ થઈ જશે. વાહનચાલકો સ્થળ પર જ દંડ પણ ભરી શકશે.

 

આ પણ વાંચો - Gujarat ની વધુ એક ગૌરવસિદ્ધિ, સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ચોથીવાર બેસ્ટ પર્ફોર્મર, CM એ પાઠવ્યા અભિનંદન

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
'One Nation One Challan' App.'Road Safety' monthAhmedabadAhmedabad RTOGujarat FirstGujarati NewsRoadSafetyMonthSafeJourneyTraffic Police
Next Article