Harani Lake : 'બોટકાંડ'માં વધુ એક ઝડપાયો, હરણી લેકઝોનની તમામ બોટ લાવ્યો હતો આરોપી
વડોદરાની (Vadodara) ગોઝારી હરણી લેક દુર્ઘટનામાં (Harani Lake) મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બોટકાંડમાં કોર્પોરેશને છુપાવેલા અને 25 ટકાના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, કોન્ટ્રાક્ટ અંગે થયેલા ત્રિપક્ષીય કરારમાં ઝડપાયેલા આરોપીની સહી હતી, જેના આધારે તેની ધપકડ કરવામાં આવી છે.
વડોદરાની હરણી લેક દુર્ઘટનામાં (Harani Lake) 12 માસૂમ વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના મોત નીપજ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે આ કેસની તપાસ હેઠળ વધુ એક આરોપીને ઝડપી લીધો છે. બોટકાંડમાં કોર્પોરેશને છુપાવેલો 25 ટકાનો ભાગીદાર આરોપી અલ્પેશ ભટ્ટની (Alpesh Bhatt) ધરપકડ કરાઈ છે. માહિતી મુજબ, અલ્પેશ ભટ્ટ પાસે સૌથી પહેલાં બોટિંગનો કોન્ટ્રાક્ટ હતો. આરોપી અલ્પેશ હરણી લેકઝોનની તમામ બોટ લાવ્યો હતો એવી પણ માહિતી મળી છે. જો કે, અગાઉ ઝડપાયેલા આરોપી પરેશ શાહના (Paresh Shah) કહેવાથી ઓગસ્ટ, 2023 માં કોન્ટ્રાક્ટ નિલેશ જૈનને આપ્યો હતો.
તપાસમાં વધુ એક મોટો ખુલાસો
વડોદરા હરણી બોટકાંડ મામલે જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી રહી છે તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસ મુજબ, લેક ઝોન કોન્ટ્રાક્ટના કાગળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરાયો હતો, જે હેઠળ લેક ઝોનમાં ફક્ત પેડલ બોટ માટેનો જ કોન્ટ્રાક્ટ હતો. પેડલ બોટનો કરાર હોવા છતાં મોટર બોટ ચલાવાતી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, લેક ઝોનના કોન્ટ્રાક્ટરોએ ઇન્શ્યોરન્સ પણ લીધો નહોતો. પરેશ શાહ ગલ્લા તલ્લા કરતા ઇન્શ્યોરન્સ કંપનીને પણ તેડું. તપાસ મુજબ, કોર્પોરેશન સાથે થયેલા કરાર મુજબના નિયમનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
આરપી નિલેશ જૈનના 7 દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસ તપાસ મુજબ, કોન્ટ્રાક્ટ અંગે થયેલા ત્રિપક્ષીય કરારમાં અલ્પેશ ભટ્ટની સહી હતી, જેના આધારે પોલીસે તેની શોધ શરૂ કરી ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, આ કેસ હેઠળ પોલીસે અત્યાર સુધી મુખ્ય આરોપીઓ સહિત 13 આરોપીને ઝડપી પાડ્યા છે. દરમિયાન આ કેસમાં ઝડપાયેલા 4 આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવાયા હતા. કોર્ટે ડોલ્ફીન એન્ટરટેઇનમેન્ટના નિલેશ જૈનના (Nilesh Jain) 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે આરોપી તેજલ, નેહા અને જતીન દોશીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
આ પણ વાંચો - Budget 2024-25 : આજથી વિધાનસભામાં બજેટ સત્રના ‘શ્રી ગણેશ’, એક મહિનામાં 26 બેઠકો યોજાશે