Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'World No Tobacco Day' નિમિત્તે GCS હોસ્પિટલમાં ગુજરાત SRP જવાનો માટે ખાસ કાર્યક્રમ યોજાયો

31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' નિમિત્તે GCS હોસ્પિટલ ખાતે ગુજરાત SRP (Gujarat SRP) જવાનો માટે વ્યસન મુક્તિનાં લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચરમાં વ્યસનથી થતા નુક્શાનો, વ્યશન છોડવાના ઉપાયો તથા વ્યશન છોડવાના ફાયદા વિષે સમજવામાં આવ્યું. ગુજરાત...
 world no tobacco day  નિમિત્તે gcs હોસ્પિટલમાં ગુજરાત srp જવાનો માટે ખાસ કાર્યક્રમ યોજાયો

31 મેના રોજ 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' નિમિત્તે GCS હોસ્પિટલ ખાતે ગુજરાત SRP (Gujarat SRP) જવાનો માટે વ્યસન મુક્તિનાં લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચરમાં વ્યસનથી થતા નુક્શાનો, વ્યશન છોડવાના ઉપાયો તથા વ્યશન છોડવાના ફાયદા વિષે સમજવામાં આવ્યું. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં જેટલા પ્રકારના કેન્સર થાય છે એમાંથી 44% કેન્સર તમાકુના કારણે થાય છે. આ આંકડા ચોંકાવનારા છે. આ વ્યસન મુક્તિમાં GCS હોસ્પિટલ (GCS Hospital) ખાતેના સાઈકિયાટ્રી ડિપાર્ટમેન્ટના હેડ તથા પ્રોફેસર ડો. ધર્મેશ પટેલે પ્રકાશ પાડ્યો હતો.

Advertisement

આ સાથે GCS હોસ્પિટલ ખાતે SRP જવાનો માટે CPR તથા ફર્સ્ટ એઈડ તાલીમનું પણ આયોજન કરાયું હતું, જેમાં CPR ટ્રેનિંગ (CPR training) હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના ડો. અંકિતા પટેલે (Dr. Ankita Patel) આપી હતી. CPR કાર્ડિયાક એરેસ્ટ જેવી ગંભીર સ્થિતિમાં વ્યક્તિના હૃદયને પુનઃ ધબકતું કરવા અને લોહીનો પ્રવાહ મગજ અને અન્ય મબત્ત્વના અંગો સુધી પૂર્વવત્ત કરવા માટે અપાય છે. CPR દર્દીની છાતી પર હાથથી દબાણ આપીને તેમ જ મોં થી શ્વસન ફરી શરૂ કરવા માટે આપવામાં આવે છે.

Advertisement

જ્યારે SRP જવાનોને ફર્સ્ટ એઈડ માટેની ટ્રેનિંગ GCS હોસ્પિટલના (GCS Hospital) ઈમર્જન્સી મેડિસીન ડિપાર્ટમેન્ટના ડો. ઋષિ પટેલે (Dr. Rishi Patel) આપી હતી. પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) એ નાની કે ગંભીર બીમારી અથવા ઈજા ધરાવતી કોઈપણ વ્યક્તિને આપવામાં આવતી પ્રથમ અને તાત્કાલિક સહાય છે, જેમાં જીવન બચાવવા, સ્થિતિને બગડતી અટકાવવા અથવા તબીબી સેવાઓ આવે ત્યાં સુધી દર્દીની કાળજી લેવામાં આવે છે.

ઉપરાંત, GCS હોસ્પિટલના માનસિક રોગ વિભાગ દ્વારા તમાકુ કે તમાકુનો ઉપયોગ કરીને બનાવાયેલી નશાકારક પ્રોડક્ટ્સના વ્યસનથી જે લોકો વ્યસન મુક્ત થવા માંગતા હોય તેમના માટે હોસ્પિટલના ગેટ પર જ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. આ સ્ટોલ પરથી વ્યસન મુક્તિ માટે શું કરવું ? તેની માહિતી અને માર્ગદર્શન મેળવ્યા હતા.

Advertisement

અહેવાલ :  સંજય જોશી

આ પણ વાંચો - Ahmedabad : તપાસ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની ઓળખ આપી લોકો પાસે નાણા પડાવતી ગેંગની ધરપકડ

આ પણ વાંચો - Ahmedabad : વિદેશોમાંથી ગાંજાની હેરાફેરી કરવા માફિયાઓએ અપનાવ્યો ગજબનો કીમિયો, જાણી ચોંકી જશો!

આ પણ વાંચો - Ahmedabad : સામાજીક સંસ્થાઓ વૃક્ષોની નનામી બનાવી આપી શ્રદ્ધાજંલી

Tags :
Advertisement

.