NEET Scam : પંચમહાલ પોલીસનો મોટો ઘટસ્ફોટ! કહ્યું - ગોધરા સેન્ટર પરથી પેપર લીક થયાની વાત..!
NEETની પરીક્ષા કૌભાંડ (NEET Scam) મામલે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. પંચમહાલ પોલીસની (Panchmahal Police) તપાસમાં NEET ની પરીક્ષા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસનાં જણાવ્યા મુજબ, ગોધરા (Godhra) સેન્ટર પરથી પેપર લીક થયાની વાત ખોટી છે. પોલીસે કહ્યું કે, ગોધરામાંથી પેપર લીક થયાની વાતો માત્ર અફવા છે. આથી અફવા પર ધ્યાન ન આપવાનો પોલીસે અનુરોધ કર્યો છે. આ સાથે આરોપીની જામીન અરજીનો પણ પોલીસે કોર્ટમાં વિરોધ કર્યો છે.
ગોધરા સેન્ટર પરથી પેપર લીક થયાની વાત ખોટી : પોલીસ
પંચમહાલમાં NEET ની પરીક્ષામાં ગેરરીતિ (Panchmahal's NEET exam scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. પોલીસે ખુલાસો કરતા જણાવ્યું કે, ગોધરા સેન્ટર પરથી પેપર લીક (Paper Leak) થયાની વાત ખોટી છે. પોલીસે (Panchmahal Police) કહ્યું કે, ગોધરામાંથી પેપર લીક થયાની જે વાતો સામે આવી હતી તે માત્ર અફવા છે. આ સાથે પોલીસે અફવા પર ધ્યાન નહીં આપવાનો અનુરોધ કર્યો છે. ઉપરાંત, પોલીસે આરોપીની જામીન અરજીનો પણ કોર્ટમાં (Godhra court) વિરોધ કર્યો છે અને આરોપીને જામીન નહીં આપવા માટે પોલીસ પાસે પૂરતા અને મજબૂત પુરાવા છે તેમ એન.વી. પટેલ, ડીવાયએસપી અને NEET કાંડ તપાસ અધિકારી, ગોધરા એ જણાવ્યું હતું.
કુલ 5 આરોપીઓની ધરપકડ કરાઈ
જણાવી દઈએ કે, NEET ની પરીક્ષામાં ગેરરીતિ (NEET Scam) મામલે અગાઉ આરોપી પુરુષોત્તમ શર્માની (Parashuram Sharma) જામીન અરજી મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. પુરુષોત્તમ શર્માએ જામીન મેળવવા ગોધરા કોર્ટમાં અરજી કરી હતી. પુરુષોત્તમ શર્માની પરીક્ષામાં સુપ્રીટેન્ડન્ટની ભૂમિકા હતી. આ સમગ્ર મામલામાં કુલ 5 આરોપીની ધરપકડ કરાઇ છે. આ કેસમાં તુષાર ભટ્ટ (Tusshar Bhatt), પરશુરામ રોય, વિભોર આનંદ અને આરીફ વ્હોરાની (Arif Vhora) ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચો - NEET paper leak case : હવે ચિન્ટુ-પિન્ટુની એન્ટ્રી….
આ પણ વાંચો - NEET વિવાદ મામલે રાહુલ ગાંધી પર ભડકી BJP, રાજસ્થાનમાં પેપર લીકની અપાવી યાદ…
આ પણ વાંચો - NEET : NHAI ગેસ્ટ હાઉસ સાથે તેજસ્વીનું શું છે કનેક્શન!, વિજય સિન્હાએ ખોલી ફાઈલો…