Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Narmada BJP Office: BJP પ્રદેશ અધ્યક્ષ C R Patil એ નર્મદામાં નવા ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન

Narmada BJP Office: ગુજરાતમાં BJP દ્વારા દરેક જિલ્લામાં BJP ના નવા કાર્યાલયો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં રેલવે સ્ટેશન નજીક BJP કાર્યલાય તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યલાય BJP દ્વારા રૂપિયા 6 કરોડનું બનાવવામાં આવ્યું છે. નર્મદા...
narmada bjp office  bjp પ્રદેશ અધ્યક્ષ c r patil એ નર્મદામાં નવા ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન

Narmada BJP Office: ગુજરાતમાં BJP દ્વારા દરેક જિલ્લામાં BJP ના નવા કાર્યાલયો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં રેલવે સ્ટેશન નજીક BJP કાર્યલાય તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યલાય BJP દ્વારા રૂપિયા 6 કરોડનું બનાવવામાં આવ્યું છે.

Advertisement

  • નર્મદા જિલ્લામાં નવા BJP કાર્યાલયનું ઉદ્ઘાટન
  • 5000 થી વધુ લોકો BJPમાં જોડાયા
  • 6 લાખ Vote નો ટાર્ગેટ સેટ કર્યો

ત્યારે આજરોજ ગુજરાત BJP પ્રદેશ અધ્યક્ષ C R Patil ની અધ્યક્ષતામાં BJP કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જોકે આ કાર્યક્રમમાં C R Patil એ સંબોધન આપતા જણાવ્યું હતું કે, જ્યાં BJP કાર્યાલય બન્યું છે. ત્યાં ગરીબના ઝુંપડા હતા. તો તેમને રહેવા માટે અલગ વ્યવસ્થા કરી આપવામાં છે. કારણ કે.... BJP કોઈનો અધિકાર છીનવતું નથી, પણ એમનો અધિકાર આપે છે. આજે BJPમાં કોંગ્રેસના 5 હજાર થી વધુ લોકો જોડાયા છે.

Narmada BJP Office

Advertisement

5000 થી વધુ લોકો BJPમાં જોડાયા

તે ઉપરાંત આ કાર્યક્રમમાં હાજર BJPના છોટાઉદેપુર (Chhotaudepur) ઉમેદવાર જશુભાઈ રાઠવા અને ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા પણ ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. ત્યારે જશુ રાઠવાએ જણાવ્યું કે મારો મતવિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે. આજે 5 હજારથી વધુ કોંગ્રેસના લોકો BJPમાં જોડાયા છે. જોકે આ કાર્યક્રમમાં BJP પ્રદેશ અધ્યક્ષ C R Patil એ જશુભાઈ રાઠવા અને મનસુખ વસાવાના વખાણ કર્યા હતા.

Narmada BJP Office

Advertisement

6 લાખ વોટનો ટાર્ગેટ સેટ કર્યો

BJP પ્રદેશ અધ્યક્ષ C R Patil એ કહ્યું હતું કે, જશુભાઈ રાઠવા સીધા માણસ છે. તો મનસુખ વસાવા ગરમ મગજના સ્વભાવ વાળા વ્યક્તિ છે. પરંતુ મનસુખ વસાવા હંમેશા નાગરિકોની સેવા માટે તતપર હોય છે. ત્યારે તે નાગરિકો માટે તેમની સામે કોઈ મોટો વ્યક્તિ ઉભો હોય તેની અથડાવવા પર ડર અનુભવતા નથી. તેમણે નાગરિકા ન્યાય માટે મંત્રી પદ પણ છોડ્યું હતું. ત્યારે છોડાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં આ વખતે 6 લાખ મતોથી જીતવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Bharuch : વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડાનું વિતરણ કરાયું

આ પણ વાંચો: Bharuch : હોળીકા દહન માટે વૈદિક હોળીનો સંકલ્પ, આ રીતે ઉજવાશે હોળી

આ પણ વાંચો: Gujarat ATS : હિરેન પટેલ મર્ડર કેસમાં ઇન્દોરથી 1 આરોપી ઝડપાયો

Tags :
Advertisement

.