MSU : VC ની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- કોમર્સ ફેકલ્ટીમાં વધુ 1400 વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ!
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.માં પ્રવેશ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી કે અમે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. અમે જિલ્લા તેમ જ બહારનાં વિદ્યાર્થીઓનું gcas પ્રમાણે મેરિટ લીસ્ટ તૈયાર કર્યું છે. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં વધુ 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ આપવામાં આવશે. 95 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ અપાશે.
ફાઇટ ફોર MSU ગ્રૂપ દ્વારા પ્રવેશ મુદ્દે આંદોલન
MSU માં એડમિશન મુદ્દે પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્યો તથા વિદ્યાર્થી સંગઠનોએ ફાઇટ ફોર MSU ગ્રૂપ (Fight for MSU ) બનાવી આંદોલન શરૂ કર્યું હતું. સાથે જે વાઇસ ચાન્સેલરનાં રાજીનામાની માગ પણ કરી હતી. ગ્રૂપ દ્વારા યુનિ.ની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફિસ સુધી બેનર સાથે રેલી યોજી વડોદરાનાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અને યુનિ.માં પ્રવેશ ક્વોટા વધારવાની માગ કરી હતી. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા સત્તાધીશોને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન, વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી.
વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ
4100 વિદ્યાર્થીઓનું એડમિશન થઈ ગયું છે : vc
તેમણે કહ્યું કે, આ મામલે સાંસદ, ધારાસભ્ય, શહેર પ્રમુખ સહિત બધા અગ્રણીઓએ ભેગા થઈને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વડોદરાનાં વિદ્યાર્થીઓ માટે શું કરી શકીએ ? વડોદરાનાં વિદ્યાર્થીઓને કઈ રીતે એડ કરી સમાધાન આપી શકીએ ? સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, રજૂઆત આવ્યા બાદ ખબર પડી કે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. અમે જિલ્લા તેમ જ બહારના વિદ્યાર્થીઓનું gcas પ્રમાણે મેરિટ લીસ્ટ તૈયાર કર્યું છે. 4100 વિદ્યાર્થીઓનું એડમિશન થઈ ગયું છે. હવે, નવા વિદ્યાર્થીઓ કઈ રીતે એડ થાય તે વિચારવાનું છે. કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો છે. રાઉન્ડ 1 પૂરો થશે ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેશે એ ખબર પડશે. Gcas પોર્ટલ પર ફરીથી પ્રક્રિયા કરશે. મોટા ભાગનાં વિદ્યાર્થીઓનાં એડમિશન થઈ જશે. તેમણે કહ્યું કે, 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ અપાશે. 95 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવશે. ત્રણ રાઉન્ડમાં એડમિશન કરવામાં આવશે.
આ પણ વાંચો - વડોદરામાં પ્રવેશના મુદ્દે શરું થયું Fight for MSU આંદોલન
આ પણ વાંચો - Agitation : ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
આ પણ વાંચો - TET-TAT : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ-MLA જિજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર, કરી આ માગ