Mother Suicide With Child: 3 બાળકો સાથે કૂવામાં ઝંપલાવી માતા ઘરને કરી ગઈ વેરાન
Mother Suicide With Child: જનનીના હાથે બાળકો રમતા-કૂદતા મોટા થતા હોય છે. ત્યારે એવું સામે આવે કે એક જનેતા બાળકોને ખોળામાં રાખીને મોતને ભેટી ગઈ, તો કદાચ બે ધડી વાત માનવામાં અસંકોચ અનુભવાય છે. પરંતુ ગુજરાતના જામનગરમાં એક માતાએ પગ નીચેથી ધરતી ખસકાવી નાખે તેવુ પગલું માડ્યું હતું.
- જામનગરમાં માતાએ જીવનલીલી સંકેલી
- માતાએ 3 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું
- મોતનું કારણ સામે આવ્યુ નથી
મળતી માહિતી મુજબ, જામનગરમાં ધુતારપર ગામમાં મધ્યપ્રદેશથી એક ખેડૂત પરિવાર ખેતમજૂરી કરવા માટે આવ્યો હતો. પતિ-પત્ની બંને ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તો બીજી તરફ દિવસ-રાત 3 નાના ભૂલકાઓનો કલરવથી ધર ગુંજતુ હતું. ત્યારે હસતા-ખેલતા ધરને કાળ ભરખી ગયો હતો.
માતાએ 3 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું
આજરોજ સાંજના સમયે પતિ જ્યારે ખેતમજૂરી કરવા માટે ગયો હતો. ત્યારે માતાએ તેના 3 બાળકો સાથે જીવન ટૂંકાવ્યુ હતું. સૌ પ્રથમ માતાએ 3 બાળકોને એક પછી એક કૂવામાં ધકેલી દીધા, અંતે માતાએ પોતે કૂવામાં જંપ લાવીને ઘરને વેરાન કરી દીધુ હતું. આ ઘટનામાં 5 વર્ષની પુત્રી, 9 માસનો દીકરો અને 3 વર્ષીને સાથે માતાએ જીવનલીલા સંકેલી હતી.
મોતનું કારણ સામે આવ્યુ નથી
જોકે આ ઘટનાની જાણ સૌ પ્રથમ ગામના સરપંચને થઈ હતી. ત્યારે સરપંચે તાત્કાલિક ધોરણે પોલીસ અને અગ્નિશામક દળને બોલાવ્યા હતા. ત્યાર બાદ તુરંત બચાવકર્મીઓએ બાળકો અને માતાને કૂવામાંથી બહાર નીકાળ્યા હતા. પરંતુ ચારેય વ્યક્તિઓના કૂવામાં જ મોત નિપજ્યા હતા. હાલ, સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળ તપાસ હાથ ધરી છે. હાલમાં, માતાએ જે પ્રકારનું પગલું ભર્યું છે, તેના પાછળનું કારણ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: Rajkot Kshatriya Community: ટિકિટ રદને લઈ 19 માર્ચ સુધીનું અલ્ટીમેટમ, નહીંતર ક્ષત્રિયો મહાસંગ્રામ માટે સજ્જ