Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi Tragedy : અરજદારે કોર્ટમાં કરી CBI તપાસની માગ, HC ની સરકાર સામે નારાજગી!

Morbi tragedy : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટેમાં (Gujarat High Court) આજે સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદારે આ કેસમાં CBI ને તપાસ સોંપવા માગ કરી છે. મોરબી સિટી બી ડિવિઝન પાસેથી તપાસ મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ, ચાર્જશીટને રદ કરી...
morbi tragedy   અરજદારે કોર્ટમાં કરી cbi તપાસની માગ  hc ની સરકાર સામે નારાજગી

Morbi tragedy : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટેમાં (Gujarat High Court) આજે સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદારે આ કેસમાં CBI ને તપાસ સોંપવા માગ કરી છે. મોરબી સિટી બી ડિવિઝન પાસેથી તપાસ મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ, ચાર્જશીટને રદ કરી CBI કે સમક્ષ એજન્સીને સોંપવા નવેસરથી માગ કરાઈ છે.

Advertisement

તપાસ સામે અનેક સવાલ, CBI ને સોંપવા માગ

ઓરેવા કંપનીનું (Oreva company) નામ આરોપી તરીકે હોવા છતાં ત્યાં કોઈ તપાસ કે ડોક્યુમેન્ટ્સ જપ્ત નથી કરવામાં આવ્યા તેવા સવાલો ઊભા કરાયા છે. કેસની તપાસ યોગ્ય દિશામાં ન થઈ રહી હોવાની અને એકતરફી થઈ રહી હોવાનો અરજદારે અરજીમાં આક્ષેપ કર્યો છે. અરજીમાં તપાસ અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવાયા છે. બીજી તરફ અગાઉ હાઇકોર્ટે (Gujarat High Court) મંગાવેલા સૂચનોમાં પીડિતો વતી એડવોકેટ સોગંદનામુ રજૂ કરાયું હતું, જેમાં કાયમી વિકલાંગ થયા છે તેમને 50 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 20 લાખનાં વળતરની માંગ કરાઇ હતી. ઉપરાંત, બ્રિજની મરામતનો ખર્ચ (Morbi tragedy) ઑરેવા કંપની અને સરકાર સરખા ભાગે વહેંચવા માગ કરાઇ હતી. બીજી તરફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય (Ministry of Road Transport and Highways) હેઠળ ટેક્નિકલી ટીમ દ્વારા બ્રિજનાં રિપેર અને રેસ્ટોરેશનની કામગીરી કરવાની પણ માંગ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

મહત્ત્વનું છે કે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એડવોકેટ જનરલને અનેકવિધ સવાલો કર્યા હતા, જેમાં સરકારની કામગીરી સામે હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, SIT નો રિપોર્ટ આવ્યા બાદ સરકારે શું પગલાં લીધા ? 9 ઓક્ટોબર 2023 માં SIT નો રિપોર્ટ (SIT report) આવ્યો છે પરંતુ હજુ સુધી એક્શન ટેકન રિપોર્ટ પણ આવ્યો નથી. ત્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાઇકોર્ટમાં ખાતરી આપતા કહ્યું હતું કે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટ રાજ્યના ચીફ સેક્રેટરીને એક સેન્ટર રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશો આપ્યા છે. સાથે જ વહીવટી વિભાગ, અધિકારીઓની બેદરકારી ઉપરાંત ચીફ ઓફિસરની કામગીરી અંગે પણ હાઇકોર્ટે ખુલાસો માંગ્યો છે.

Advertisement

વળતર અંગે હાઇકોર્ટે નોંધ લીધી

બીજી તરફ ઓરેવા કંપની (Oreva company) તરફથી આપવામાં આવતા વળતર અંગે પણ હાઇકોર્ટને જાણ કરાઈ હતી અને કહ્યું હતું કે, પીડિતોને આપવામાં આવતી નાણાકીય સહાય માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. હાઇકોર્ટે (Gujarat High Court) ઓરેવા પાસે ટ્રસ્ટ ડીડ અંગે પણ ખુલાસો માંગે છે. નક્કી કરવામાં આવેલા નિયમો અંગે પણ ઓરેવા કંપનીને અનેક સવાલો કર્યા હતા, જેમાં તમામ નાણાકીય વ્યવહાર હવે આ ટ્રસ્ટ માધ્યમથી જ કરવામાં આવશે તેવું ઓરેવા કંપનીએ કોર્ટ સમક્ષ કહ્યું છે. માસિક ખર્ચ અંગે કોર્ટે સવાલ પૂછ્યો હતો અને કહ્યું હતું કે, શું આ ખર્ચ આ રીતે જ આપવામાં આવશે ? માતા-પિતા વગરના અથવા બંનેમાંથી એક વાલીના બાળકો અંગે પણ ગુજરાત હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમની કોઈ નિયત રકમ નહીં પરંતુ સંપૂર્ણ શૈક્ષણિક સહાય આપવા હાઇકોર્ટ નિર્દેશ કર્યા છે.

ઓરેવા કંપનીની નીતિ સામે HC લાલઘૂમ

ઓરેવા કંપનીની નીતિ સામે આજે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું કે, દરેક સુનાવણી દરમિયાન એક-એક મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવે છે. અહીંયાથી કંઈક કહેવામાં આવે છે અને પછી તમે કંઈક કહો છો. ત્યારે ઓરેવા કંપનીએ (Oreva company) પીડિતોને માસિક રૂ. 12 હજાર આપવામાં આવશે તેવી જાણ કોર્ટની કરી છે. 40% ડિસેબિલિટી વાળાને નોકરી આપવામાં આવશે. 70% ડિસેબિલિટી છે એ કામ કરી છે કે એ સ્થિતિમાં નથી, જેથી તેમને માસિક પગાર આપવામાં આવશે. તેવું પણ ઓરેવા કંપનીએ આજે કોર્ટ સમક્ષ કહ્યું છે. પીડિતોનાં બાળકોને શિક્ષણ મળે તેની જવાબદારી રાજ્ય સરકાર લેશે. આ તમામ બાબતોને સાંભળ્યા બાદ કોર્ટે સરકારને ચાર સપ્તાહમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ જારી કર્યા છે. આ સમગ્ર કેસમાં વધુ સુનાવણી 4 સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.

Advertisement

અહેવાલ : કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ વાંચો - TAT-TET : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, આગામી 3 માસમાં કરાશે ભરતી!

આ પણ વાંચો - PATAN : તંત્રની ઉદાસીનતાએ સમાજના સારથીઓનો જીવ લીધો!

આ પણ વાંચો - Pavagadh : દર્શન કર્યા બાદ આરોપી પોલીસને ચકમો આપી છૂમંતર…

Tags :
Advertisement

.