ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Morbi Fake Cough syrup: મોરબીમાંથી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો નકલી કફ સિરપનો જથ્થો ઝડપાયો

Morbi Fake Cough syrup: રાજ્યમાં LCB ટીમે વધુ એક નશીલી સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ટીમે મોરબીમાંથી ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો નકલી સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. 400 પેટી નશીલી સિરપનો જથ્થો LCB એ ઝડપ્યો 1.5 કરોડની નશીલી...
12:24 AM Mar 04, 2024 IST | Aviraj Bagda
Morbi Fake Cough syrup

Morbi Fake Cough syrup: રાજ્યમાં LCB ટીમે વધુ એક નશીલી સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ટીમે મોરબીમાંથી ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો નકલી સિરપનો જથ્થો જપ્ત કર્યો છે.

મોરબી જિલ્લાના એક ગોડાઉનમાંથી 400 પેટી નશીલી સિરપનો જથ્થો LCB એ ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ટીમે ખાનગી ગોડાઉનમાંથી આશરે 1.5 કરોડનો નશીલી કફ સિરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તે ઉપરાંત મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગોડાઉનના સંચાલક મનીષ પટેલની પણ ધરપકડ કરી છે.

Morbi Fake Cough syrup

એક આરોપી રવી પટેલની કરી ધરપકડ

જોકે તપાસમાં સામે આવ્યું હતું કે, આ નકલી સિરપનો જથ્થો ત્રિપુરાથી આવ્યો હતો. તે ઉપરાંત પોલીસે નકલી સિરપનો જથ્થો મોકલનાર ઈસમ રવી પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે મોરબી તાલુકામાં પોલીસે ગુનો નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે.

પોલીસે અન્ય આરોપીઓને સોધવા માટે ચક્રો કર્યા ગતિમાન

જોકે આ સમગ્ર મામલે પોલીસ તપાસને અનુરૂપ ભવિષ્યમાં સત્તાવાર માહિતી જાહેર કરશે. તે ઉપરાંત આ ઘટના અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે. તેમને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વહેલી તકે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:  Kutch Fake TollPass: કચ્છમાં બારોબાર રૂપિયા લઇને વાહન પસાર કરાવવાનું વધુ એક ટોલનાકું કૌભાંડ

Tags :
Cough SyrupCrime BranchCrime StoryGujaratGujaratFirstLCBmorbiMorbi CollectorMorbi CrimeMorbi Fake Cough syrup
Next Article